Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સરકાર પોતાની નિષ્ફળતા અંગે બહાના કાઢી શકે નહીં :જવાબદારી લેવી જ જોઈએ: :નીતિ અયોગ

અર્થતંત્ર યુપીએ દ્વારા વારસામાં મળેલ સમસ્યાથી બહાર આવી ગયું છે હવે કંઈપણ માટે સરકાર જવાબદાર

 

નવી દિલ્હી :સરકાર પોતાની નિષ્ફળતા અંગે ઉઠતા સવાલોને લઈને છાશવારે દોષનો ટોપલો અગાઉની કોંગ્રેસ સરકાર પર નાંખવામાં આવે છે ત્યારે વાતને છેદ ઉ઼ડાડી દેતાં નીતિ આયોગનું કહેવું છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ વિશે બહાના કાઢી શકે નહિ. તેણે પોતાની નિષ્ફળતાની જવાબદારી લેવી પડશે

  નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું છે કે,” દરેક સરકારના લેખાં જોખાં તેણે કરેલા કાર્યો પરથી કરવામાં આવે તે જરૂરી છે. ભારતીય અર્થતંત્રને યુપીએ દ્વારા વારસામાં મળેલી સમસ્યાઓમાંથી બહાર આવી ગયું છે. અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે તે માટે સરકાર જવાબદાર છે. ”

  કેન્દ્રમાં સત્તાધારી ભાજપ અને તેના વરિષ્ઠ નેતાઓ શાસનમાં નિષ્ફળતા, નીતિવિષયક પેરાલિસિસ અને અર્થતંત્રની બરબાદી માટે અવારનવાર અગાઉની કોંગ્રેસની સરકારોને જવાબદાર ઠેરવતાં રહ્યાં છે. પરંતુ હવે દેશમાં નીતિઓ ઘડતી સર્વોચ્ચ સથા નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું છે કે, “કેન્દ્રની મોદી સરકાર હવે તેની નિષ્ફળતાઓ માટે અગાઉના કોંગ્રેસના શાસનના બહાના કાઢી શકે તેમ નથી. મોદી સરકારે પોતાની નિષ્ફળતાઓની જવાબદારી લેવી પડશે.”

 

(12:00 am IST)