Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

કોંગ્રેસના ધારાસભ્યની વિવાદાસ્પદ ટીપ્પણી, નરેન્દ્રભાઇ મોદીને ફાંસી પર લટકાવી દો

નવીદિલ્હી, તા.૨૦: લોકસભા ચૂંટણીમાં વિવાદિત નિવેદનો આપવાનું ખત્મ નથી થઈ રહ્યું. આ ક્રમને બરકરાર રાખતા છત્ત્।ીસગઢના ધરમજયગઢ વિધાનસભા સીટથી કોંગ્રેસના ધારાસભ્ય લાલજીત રાઠિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીને ફાંસી પર લટકાવી દેવા જોઈએ.

એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસના ધારાસભ્ય અને રાયગઢ સીટથી કોંગ્રેસના ઉમેદવાર લાલજીત રાઠિયાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. તેમનું આ નિવેદન નોટબંધી અને કાળાધનને લઈને કરવામાં આવેલું હતું. રાઠિયાએ કહ્યું કે, ખુદ પીએમએ કહ્યું હતું કે ૧૦૦ દિવસમાં કાળુ ધન પરત ન આવે તો મને ફાંસી પર લટકાવી દેજો.

(3:41 pm IST)
  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST