Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સર,નોટબંધીના 18 મહિના બાદ પણ ATMમાં પૈસા નથી :રોકડ સંકટ મામલે મોદી સરકારને ઘેરતા શત્રુઘ્નસિંહા

 

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ દેશમાં ઉભા થયેલા રોકડના સંકટને લઈને મોદી સરકારને ઘેરી છે. પટના સાહિબથી સાંસદ સિન્હાએ ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછ્યો, 'સર, નોટબંધીના 18 મહિના બાદ પણ ATMsમાં પૈસા નથી. સામાન્ય જનતા પ્રશ્ન કરી રહી છે, શું થઈ રહ્યું છે!'

  શુત્રુધ્ન સિન્હાએ સતત ટ્વીટ કરીને કહ્યું, વડાપ્રધાને કહ્યું હતું કે 'કાળું ધન, આતંકવાદને મૂળમાંથી ઉખેડવા માટે નોટબંધી એક અલ્પકાલિન ઉપાય હતો', ત્યારબાદ સારા દિવસો આવી જશે. સર, નોટબંધીના 18 મહિના બાદ પણ એટીએમમાં પૈસા નથી. આમ આદમી સવાલ કરી રહ્યો છે, શું થઈ રહ્યું છે

   તેમણે આગળ કહ્યું, શું આપણે સમયથી પહેલા ચૂંટણી તરફ જઈ રહ્યાં છીએ? કર્ણાટકથી લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જય, પછી તે ઈવીએમની મદદથી હોય કે તેના વગર. ભલે અમારા એટીએમ ખરાબ હોય કે તેમાં પૈસા ન હોય, અમારા ટીટીએમ (લાલુ પ્રસાદના શબ્દોમાં તાબડતોડ માલિશવાળા) આકરી મહેનત કરી રહ્યાં છે... જય હિંદ

(1:02 am IST)
  • નાની બાળાઓ સાથે થતા દુષ્કર્મ - રેપના કેસમાં હવે આરોપીને થશે મોતની સજા : POSCO એક્ટમાં કેન્દ્ર સરકાર સંશોધનની કરી રહી છે તૈયારી : સુપ્રિમ કોર્ટને જવાબ આપતા સરકારે જણાવ્યું કે, તે પોક્સો એક્ટમાં સંશોધનની તૈયારી કરી રહી છે. આ એક્ટમાં ફેરફાર બાદ 0-12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ - રેપ કરવાના મામલે આરોપીને મોતની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ મામલાની વધુ સુનાવણી આગામી 27 એપ્રિલે નક્કી કરવામાં આવી છે. access_time 3:11 pm IST

  • નરોડા પાટિયા કેસ મામલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. કોર્ટે માયા કોડનાનીને પુરાવાના અભાવે દોષ મુક્ત જાહેર કર્યા. હતા જો કે કોર્ટના આ ચુકાદાને લીધે સ્થાનિકોએ ઉગ્ર ભાષામાં વિરોધ કરતાં નિવેદનો આપ્યા હતા. એક સ્થાનિક મહિલાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, તેમણે અમારી આંખ સામે અમારા પરિવારના 8 લોકોને રહેંસી નંખાયા હતા. access_time 1:14 am IST

  • ડોકલામ વિવાદ બાદ ચીને પોતાના મિજાજમાં નરમાઇ જોવા મળતા ભારતીય સેનાની સાથે અભ્યાસનો પ્રસ્તાવ મૂકયો છે. આ સૈન્ય અભ્યાસને ચીને ડોકલામ વિવાદની ઠીક પહેલાં કોઇપણ કારણ વગર સ્થગિત કરી દીધો હતો. પરંતુ હવે ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની મુલાકાત પહેલાં ચીનના આ સ્ટેન્ડે તેમના વલણમાં ફેરફારના સંકેત આપ્યા છે. આવતા સપ્તાહે સીતારમણ પેઇચિંગની મુલાકાતે જવાના છે. access_time 11:58 am IST