Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

લોકપાલ... લોકપાલ... લોકપાલ...

વડાપ્રધાન - પૂર્વ વડાપ્રધાન પણ આવી શકશે તપાસના દાયરામાં : નોકરશાહીના ભ્રષ્ટાચારની પણ તપાસ કરશે

ન્યાયપાલિકા અને આર્મી બહાર ઉચ્ચસ્તરે થતાં ભ્રષ્ટાચારને રોકવા લોકપાલ અસરકારક સાબિત થશે

નવી દિલ્હી તા. ૨૦ : લોકપાલને વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનની તપાસ કરવાનો અધિકાર હશે. આ ઉપરાંત તેને દરેક કેન્દ્રીય મંત્રીઓ, બન્ને સદનોના સભ્યો, ગ્રુપ એ, બી, સી અને ડી ના અધિકારીઓની પણ તપાસનો અધિકાર રહેશે. ઉચ્ચ સ્તર પર ભ્રષ્ટાચારથી નિપટવા માટે લોકપાલબિલ કારગર સાબિત થશે.

બીજી બાજુ ટ્રસ્ટ, સોસાયટીઓ અને એનજીઓ આર્થિક મદદ લિયે છે. તેના નિર્દેશક અને સચિવ પણ તેની તપાસના દાયરામાં આવશે. વડાપ્રધાન વિરૂદ્ઘ તે જ કેસ આવી શકશે જે આંતરરાષ્ટ્રીય, આંતરિક, બાહરી સુરક્ષા, સાર્વજનિક વ્યવસ્થા, અંતરિક્ષ અને પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા હશે નહી. વડાપ્રધાન વિરૂદ્ઘ તપાસ માટે લોકપાલની પૂર્ણ બેંચ અધ્યક્ષની અગુવાઇમાં યોજાશે અને બે તૃત્યાંશના બહુમતથી નિર્ણય કરવા પર જ વડાપ્રધાન વિરૂદ્ઘ તપાસ હશે. આ કાર્યવાહી ગોપનીય રહેશે અને જો ફરિયાદ તપાસ લાયક નહીં હોય તો તેને સાર્વજનિક કરવામાં આવશે નહી.

તપાસમાં દોષિત સાબિત થશે તો અધિકારી વિરૂદ્ઘ લોકપાલ કેસ ચલાવાની સંમતિ આપશે. પરંતુ સંયુકત સ્તર તેમજ ઉપરી અધિકારીઓના મામલે સરકાર પાસેથી સંમતિ લેવી પડશે. લોકપાલને કેસ ચલાવાની સંમતિ આપવા ઉપરાંત બંધ કરવાની પણ તાકાત ધરાવશે.એક અભિયોજન નિર્દેશકની નિયુકિત સીવીસીની મદદથી કરવામાં આવશે જે લોકપાલના કેસની દેખરેખ રાખશે.

ઙ્ગજાણી-જોઈને ખોટી ફરિયાદ કરનાર વિરુદ્ઘ પણ કેસ નોંધવામાં આવશે. એવા કેસમાં એક વર્ષ સુધીની સજા થશે. તેનો અર્થ એ છે કે કોઈ ફરિયાદ કરે અને તે સાચી નહીં નીકળે તો ફરિયાદકર્તા પર કાર્યવાહી થશે. કાર્યવાહી ત્યારે જ થશે જયારે જો સાબિત થશે કે ફરિયાદ જાણી જોઈને ખોટી હોય.

 

(10:28 am IST)