Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન માટે નવી ફોર્મ્યુલા :શરદ પવાર મધ્યસ્થીની ભૂમિકામાં

દિલ્હી,પંજાબ અને હરિયાણામાં ગઠબંધન અને સીટ શેરિંગ માટે મોકલ્યો પ્રસ્તાવ

નવી દિલ્હી :આગામી લોકસભાની ચૂંટણી માટે દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાના સંકેત મળે છે આપે શરદ પવારના માધ્યમથી ફરીથી કોંગ્રેસ સાથે ત્રણ રાજ્યોમાં લોકસભાની ચૂંટણી સાથે લડવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.

   મળતા અહેવાલ મુજબ આ પ્રસ્તવામાં આપ દ્વારા સીટ શેરિંગનો નવો ફૉર્મ્યૂલા આપવામાં આવ્યો છે, જેમાં દિલ્હીની કુલ સાત બેઠકોમાં કોંગ્રેસને 2 તથા આપને 5 સીટ આપવાની વાત કહી છે.આ પ્રસ્તાવ મુજબ આપ દિલ્હીમાં સાતમાંથી 5 બેઠકો પર ચૂંટણી લડશે અને કોંગ્રેસને બે બેઠકો આપશે, જ્યારે પંજાબની 13 બેઠકોમાંથી કોંગ્રેસ 10 પર ચૂંટણી લડશે અને આપ 3 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે હરિયાણામાં 12 બેઠકોમાંથી 4 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે અને 4 બેઠકો પર આપ અને 4 બેઠકો પર જેજેપી ચૂંટણી લડે તેવી પ્રસ્તાવના બંધાઈ છે

(8:44 am IST)