Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

કાર સેવકો દ્વારા તોડવામાં આવેલ મસ્જિદ ન હતી પરંતુ મંદિર હતુંઃ દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્‍વરૂપાનંદ સરસ્વતીનો દાવો

નવી દિલ્હીઃ દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ દાવો કર્યો છે કે અયોધ્યામાં મસ્જિદ તોડવામાં આવી નથી. કાર સેવકો દ્વારા જે મસ્જિદ તોડવામાં આવે એ મસ્જિદ નહોતી. જે તોડવામાં આવ્યુ એ મંદિર હતું.

અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર મસ્જિદના કોઈ ચિન્હો મળ્યા નથી. અયોધ્યામાં મસ્જિદ હોવાનો કોઈ પુરાવો કે વિવરણ બાબરનામા અને આઈને અકબરીમાં નથી. જેના આધારે એવુ સિદ્ધ થાય છે કે અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું નથી. 

શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. શંકરાચાર્યએ આ નિવેદન ભોપાલમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે.

(12:00 am IST)