Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સરકાર બની તો કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના શરૂ કરાશે

અખિલેશ યાદવે લખનઉમાં જાહેરાત કરી : સપા પ્રમુખે જાહેરાત કરી કે, જો સરકાર બનશે તો અમે કર્મચારીઓ માટે કેશલેસ ટ્રીટમેન્ટની સિસ્ટમ શરૂ કરીશું

લખનઉ, તા.૨૦ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે અને તેને લઈને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. અખિલેશે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સિસ્ટમ શરૂ કરીશું.

અખિલેશ યાદવે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે જો સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો કર્મચારીઓ માટે ૨૦૦૫ પહેલાની જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવશે. અમે માટે જરૂરી ભંડોળની પણ વ્યવસ્થા કરીશું. લગભગ ૧૨ લાખ લોકોને તેનો લાભ મળશે.

સપા પ્રમુખે જાહેરાત કરી કે, 'જો સરકાર બનશે તો અમે કર્મચારીઓ માટે કેશલેસ ટ્રીટમેન્ટની સિસ્ટમ પણ શરૂ કરીશું. સિવાય વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને તેમના ગૃહ જિલ્લામાં પોસ્ટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પહેલા અખિલેશ યાદવ દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને સપાના મેનિફેસ્ટોની મોટી જાહેરાત કરી રહ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે યશ ભારતી સન્માનને સમાજવાદી પાર્ટીના ઢંઢેરામાં સામેલ કરવામાં આવશે અને જ્યારે અમારી સરકાર આવશે ત્યારે ફરીથી યશ ભારતી સન્માન શરૂ કરશે. સાથે જિલ્લા કક્ષાએ નગર ભારતી સન્માન પણ શરૂ કરવામાં આવશે. સામાજિક કાર્યકરો, સાહિત્યકારો, પત્રકારો, ઉદ્યોગપતિઓ, ડોકટરો, એન્જીનીયર વગેરે જેઓ રોજગારી અને રોજગારનું સર્જન કરે છે તેમને પણ રાજ્ય અને શહેર કક્ષાએ સન્માન પત્રો આપવામાં આવશે.

(9:58 pm IST)