Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

૭૨ દેશોએ સોશ્યલ મીડિયા પર લગાવી સેન્સરશીપ ભારત પણ સામેલ

સ્ટડીનો દાવોઃ નાગરિકોનો અવાજ દબાવવા માટે સરકારે ઉઠાવ્યુ હતુ આ પગલું

નવી દિલ્હી,તા. ૨૦: વિશ્વના ૧૯૩ દેશોમાંથી ૭૨ એવા છે જેમણે ૨૦૧૫ બાદથી કોઈના કોઈ કારણોસર પોતાને ત્યાં સોશ્યલ મીડિયા પર સેંસરશિપ લગાવી છે. તેમાંથી ૬ એવા દેશ છે, જયાં હજી પણ પોક છે. આ તમામ દેશ એશિયામાં છે.

આ જ યાદીમાં ભારત પણ સામેલ છે. તેના કારણે કાશ્મીરમાં ૧૮ મહિના માટે ઈન્ટરનેટ પર લગાવવામાં આવેલ રોક છે. આ પ્રકારની સેંસરશિપમાં એશિયા, આફ્રિકાના દેશ સૌથી આગળ છે, ત્યાં જ ઓસ્ટ્રેલિયા અને પેસિફિક ઓસિયનના દેશોમાં આવી કોઈ પણ ફરિયાદ મળી નથી.

હકિકતમાં ઓનલાઈન પ્રાઈવેસી અને સિકયોરિટીને તપાસનાર કંપની સર્ફશાર્કે સંયુકત રાષ્ટ્ર સાથે સંકળાયેલ ૧૯૩ દેશોમાં સોશ્યલ મીડિયાની સ્થિતિ પર રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ કહે છે કે, સોશ્યલ મીડિયા પર આંશિક અથવા પૂર્ણ રોકનો ઉપયોગ ત્યાંની સરકારોએ નાગરિકોનો અવાજ દબાવવા અને તેના આંદોલનને બેઅસર કરવા માટે કર્યો છે.

દર ત્રીજા દેશે લગાવી રોક, જેથી અવાજ ન ઉઠે

રશિયાઃ ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ના રાજનૈતિક વિરોધ માટે.

ઈરાનઃ ટેલિગ્રામને બ્લોક કર્યો, કારણ કે, સરકાર વિરુદ્ઘ અવાજ ઉઠ્યો હતો અને અહીંની અડધી જનતા તેનો ઉપયોગ કરી રહી હતી.

ભારતઃ ૨૦૨૧માં કાશ્મીરમાં ૧૮ મહિનાથી બંધ ઈન્ટરનેટ થયું શરૂ.

બુરુન્દીઃ ૨૦૨૦માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન સંપૂર્ણ રીતે બંધ કરાયું.

જિમ્બાબ્વેઃ ૨૦૧૯માં એક મોટા વિરોધ આંદોલને દબાવવા માટે ૭ દિવસ સુધી ટ્વિટર, ફેસબુક અને વ્હોટ્સએપ બંધ કરવામાં આવ્યું.

(3:21 pm IST)