Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

દેશમાં ત્રીજી લહેરની પીક આવી ગઈ છે એ કહેવું અયોગ્ય ગણાશેઃ ડો.પાંડા

આઈસીએમઆરના મહામારી વિજ્ઞાની અને સંક્રમક રોગ વિભાગના પ્રમુખનું મોટું નિવેદન : કેટલાક રાજ્યો અને જિલ્લામાં કોરોના સંક્રમણ એક અલગ ગતિથી વધી અને ઘટી રહ્યા છેઃ ૩ અઠવાડિયા રાહ જોવી પડશે

નવી દિલ્હી,તા.૨૦: દેશમાં કોરોનાના મામલાએ આજે ૮ મહિનામાં પોતાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આજે ૩.૧૭ લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. ત્યારે વિશેષજ્ઞોએ દાવો કર્યો હતો કે દેશના કેટલાક રાજ્યોએ કોરોનાનો પીક પાર કરી લીધો છે. ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. સમીરન પાંડાએ કહ્યું છે કે આ કહેવું ઉતાવળીયુ ગણાશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ પાંડાએ કહ્યું કે કેટલાક રાજ્યો અને જિલ્લામાં કોરોના સંક્રમણ એક અલગ ગતિથી વધી રહ્યા છે અને ઘટી રહ્યા છે. એટલે એ કહેવું અયોગ્ય ગણાશે કે દેશમાં ત્રીજી લહેરની પીક આવી ગઈ છે. તેમણે કહ્યું કે ભારતમાં વિભિન્ન રાજ્ય મહામારી વિજ્ઞાન અનુસાર કોરોના સંક્રમણના વિભિન્ન ચરણોમાં છે. સ્થાનીય ડેટામાં અલગ અલગ વલણ જોવા મળ્યું છે. આપણે એ સમજવું જોઈએ કે ભારતમાં ત્રીજી લહેરનો પીક સમગ્ર રુપથી નથી આવ્યો.

આઈસીએમઆરમાં મહામારી વિજ્ઞાન અને સંક્રમક રોગ વિભાગના પ્રમુખ ડો. પાંડા કહે છે કે ભારતને વન-શૂ- ડોટ- નોટ- ફિટ ઓલ દ્રષ્ટિકોણનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક રાજ્યના આંકડા અલગ અલગ વલણ દર્શાવી રહ્યા છે. તેમણે કહ્યું કે એ કહેવું અયોગ્ય રહેશે કે કોરોનાનો પીક આવી ચૂક્યો છે.

ડો. પાંડાનું કહેવું છે કે તેમના વિશ્લેષણથી ખબર પડે છે કે પ્રવૃત્તિ એક અસ્થાયી ઉતાર- ચઢાવ આવી શકે છે અને ઓછા થતા થતા ૩ અઠવાડિયા સુધી નિરંતર પ્રવૃત્તિ સટીક તારણ કાઢવામાં મદદ કરશે. તેમનું કહેવું છે કે અમે હજું પણ નથી સમજી શકતા કે મુંબઈમાં જોવા મળતા સંક્રમણોની સંખ્યામાં ઘટાડો અસ્થાયી ઉતાર ચઢાવ અથવા સ્થાયી પ્રવૃત્તિ છે અને અમે એ તારણ કાઢી શકીએ છીએ કે લહેરની પીક છે કે નહીં.  અમે એ તારણ નથી કાઢી શકતા કે લહેર પાર થઈ ગઈ છે કે નહીં. આવતા અઠવાડિયે આપણે બાબતોને ફરી બદલાતા જોઈ શકીશું. આપણે સતત ૩ અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.

(2:46 pm IST)