Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સરકાર પ્રોત્સાહન આપવા પર કરી રહી છે વિચાર

ખેડૂતોની આવક વધારવા માટે બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત

સરકારે ફૂડ પ્રોસેસિંગ માટે ૧૦,૯૦૦ કરોડના પ્રોડકશન લિન્કડ ઇન્સેન્ટિવ (PLI)ની જાહેરાત કરી દીધી છેઃ આ સિવાય આ વિસ્તારમાં સ્ટોરેજ અને લોજિસ્ટિકસ ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન આપવા માટે એક અલગ PLI સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી શકે છે

નવી દિલ્હી, તા.૨૦: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રીય બજેટ ૨૦૨૨ માં ખેડૂતોની આવક વધારવા માટે કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સરકારનો પ્રયાસ છે કે ખેડૂતોને બદલાતા બજાર પ્રમાણે તૈયાર કરવામાં આવે, જેથી તેમને વધુમાં વધુ લાભ મળી શકે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ દરમિયાન મૂલ્યવર્ધનને પ્રોત્સાહિત કરવા માટે કૃષિ બજેટ ૨૦૨૨જ્રાક્નત્ન રોકાણની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સાથે આ કામ માટે ખેડૂતોને પ્રોત્સાહક નાણા આપવાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર, સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ સમગ્ર વિચાર મૂલ્યવૃદ્ઘિ અને બેકવર્ડ લિન્કેજને પ્રોત્સાહન આપવા માટે રોકાણને સમર્થન આપવાનો છે. આમાં દેશના ખેડૂતોને નિકાસમાં મદદ કરવા માટે બજારો સ્થાપવા માટેનો ટેકો પણ સામેલ હશે.

આ ઉપરાંત, સરકાર અન્ય તમામ કૃષિ ઉત્પાદનોની નિકાસમાં મદદ કરવા માટે પરિવહન, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે પ્રોત્સાહનો પણ જાહેર કરી શકે છે. ગયા વર્ષે જ સહકારી ક્ષેત્ર માટે નવા મંત્રાલયની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં તેને મજબૂત કરવાની જાહેરાત પણ શકય છે.

સરકારે ફૂડ પ્રોસેસિંગ માટે ૧૦,૯૦૦ કરોડના પ્રોડકશન લિન્કડ ઇન્સેન્ટિવ (PLI)ની જાહેરાત કરી દીધી છે. આ સિવાય આ વિસ્તારમાં સ્ટોરેજ અને લોજિસ્ટિકસ ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન આપવા માટે એક અલગ PLI સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં એકલા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો હિસ્સો ૧૧.૩૮ ટકા છે. નવી જાહેરાતો સાથે સરકાર તેને વધુ વધારવાની યોજના બનાવી રહી છે.

ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે જો આપણે ચોખાની નિકાસ પરની આપણી નિર્ભરતા દ્યટાડીએ, તો મૂલ્યવર્ધન અને કૃષિ ઉત્પાદનોની નિકાસ વધુ ટકાઉ નિકાસ વૃદ્ઘિ હાંસલ કરવામાં દ્યણો આગળ વધી શકે છે.

નિષ્ણાતો કહે છે કે ખેડૂતોની આવક વધારવા માટે એક પાક પરની આવકની નિર્ભરતા ઘટાડવી પડશે. આ માટે ખેડૂતોને લોન અને સહાય યોજના આપવી જરૂરી છે. તે જ સમયે, અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે હવે દરેક કૃષિ ઉત્પાદન માટે પ્રાદેશિકને બદલે વૈશ્વિક માંગ અને બજારને જોઈને નીતિઓ બનાવવી જોઈએ. સાથે જ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીને પણ રિટેલ માર્કેટ સાથે જોડવી જોઈએ. આ માટે સરકારે કોલ્ડ સ્ટોરેજ સહિત લોજિસ્ટિકસમાં ઝડપી રોકાણને પ્રોત્સાહન આપવું જોઈએ.

(10:39 am IST)