Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભારતને ટીબી મુકત બનાવવા મોદીના સપનાને સાકાર કરવા યુવા વિદ્યાર્થીઓ આગળ આવેઃ આનંદીબેન

ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલનું ઉદ્‌બોધન

રાજકોટ, તા. ૨૦ :. ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ શ્રીમતી આનંદીબેન પટેલએ ભારતને ટીબી રોગમુકત કરવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા યુવા વિદ્યાર્થીઓને આગળ આવવા આહ્‌વાન કર્યુ છે. આ સમારોહમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપસ્‍થિત હતા.
ગોધરા ખાતેની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ત્રીજા દિક્ષાંત સમારંભમાં શ્રીમતિ આનંદીબેનએ જણાવેલ કે રાજ્‍યની બધી યુનિવર્સિટીઓએ ગુણવત્તાના માપદંડો માટે એક્રેડીટેશનનો પ્રયાસ કરવો જોઈએ. ભારતને ટીબી મુકત કરવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈના સપનાને સાકાર કરવા ખાનગી અને સરકારી કોલેજો તથા યુનિવર્સિટીઓએ આગળ આવવું જોઈએ. કુપોષણની સમસ્‍યા નિવારવા સહયોગ આપવો જોઈએ. દેશની નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓ આત્‍મનિર્ભર બની શકશે.


 

(10:28 am IST)