Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન

તેમની ઇચ્છા મુજબ અફઘાનીસ્તાનમાં દફનાવવામાં આવ્યાઃ અંતિમ સંસ્કારમાં ૨ લાખ લોકો ઉમટી પડેલ

ખાન અબ્દુલ ગફારખાનની જન્મ બ્રિટિશ ઈન્ડિયામ। પેશાવરમાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેમના પિતા બહરામ વિસ્તારના એક સમૃદ્ધ જમીનદાર હતા અને પઠાણોના વિરોધ છતાં તેમણે પોતાના બંને પુત્રોને અંગ્રેજો દ્વારા સંચાલિત મિશન સ્કૂલમાં ભણાવ્યા. ગફાર ભણવામાં હોશિયાર હતા અને મિશન સ્કૂલમાં તેમણે શિક્ષણના મહત્ત્વને સમજ્યું. સ્કુલનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે અલીગઢ મુસ્લિમ યુનિ.માં અભ્યાસ કર્યાે અને આગળનો અભ્યાસ કરવા માટે લંડન જવા ઈચ્છતા હતા પરંતુ પોતાની માતા આના વિરૂદ્ધ હતા. તેથી તેઓએ આ વિચારને ત્યાગી દીધો અને પિતાના સાથે ખેતીવાડીમાં કાર્ય કરવા લાગ્યા. ખાન અબ્દુલ ગફારખાન જેઓને 'સરહદના ગાંધી' 'બચ્ચા ખા' તથા બાદશાહ ખાનના નામથી પણ બોલાવવામાં આવે છે. બ્રિટિશ સરકારથી આઝાદી માટે સંઘર્ષ સ્વતંત્ર પખ્તુનિસ્તાન આંદોલનના પ્રણેતા હતા. અબ્દુલ ગફારખાન એક રાજકીય અને આધ્યાત્મિક નેતા હતા.

જેઓને મહાત્મા ગાંધીની જેમ તેમના અહિંસાત્મક આંદોલન માટે ઓળખવામાં આવે છે. તે મહાત્મા ગાંધીના પરમ મિત્ર હતા. તેમણે ખુદાઈ ખિદમતગાર નામનુ સામાજિક સંગઠન શરૂ કર્યું જેની સફળતાએ અંગ્રેજી હુકુમતને વ્યાકૂળ કરી દીધી. આ મહાન નેતાએ હંમેશા મુસ્લિમ લીગ દ્વારા દેશના વિભાજનની  માંગનો વિરોધ કર્યો અને જયારે કોંગ્રેસે વિભાજનનો સ્વીકાર કરી લીધો ત્યારે તે ઘણા નિરાશ થયા અને કહ્યું કે તમે લોકોએ અમને શિકારી કુતરાઓની સામે ફેંકી દીધા. વિભાજન પછી તેમણે પાકિસ્તાનની સાથે રહેવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાન સરકારે તેમના પર કાયમી શંકા કરી જેના કારણે પાકિસ્તાનમાં તેમનું જીવન હંમેશા જેલમાં જ વીત્યું. ગફફારખાન અને મહાત્મા ગાંધી વચ્ચે એક આધ્યાત્મિક સ્તરની મિત્રતા હતી.

બંનેને એકબીજા પ્રતિ અપાર સ્નેહ અને સન્માન હતું . અને બંનેને ૧૯૪૭ સુધી હળીમળીને કામ કર્યું. ઘણીવાર જયારે કોગ્રેસ ગાંધીજીના વિચારોથી સહમત થતા નહોતા ત્યારે ગફફારખાન ગાંધીની સાથે ઊભેલા દેખાતા.

ખાન અબ્દુલ ગફફારખાનનુ નીધન ૧૯૮૮માં ૨૦ જાન્આરીએ પેશાવરમાં થયું જ્યાં તેઓને ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. તેમની ઈચ્છા અનુસાર તેઓને તેમના અફઘાનિસ્તાન સ્થિત ઘરમાં દફનાવવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કારમાં ર લાખથી પણ વધારે લોકો સામેલ થયા જે તેમના મહાન વ્યકિતના પરિચાયક હતા.

પુરૂ નામઃ ખાન અબ્દુલ ગફારખાન

જન્મઃ ૬ ફેબ્રુઆરી ૧૮૯૦

કાર્યક્ષેત્રઃ સ્વાતંત્ર્ય સેનાની, સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા

મૃત્યુઃ ૨૦ જાન્યુ. ૧૯૮૮ પેશાવર-પાકિસ્તાન

(2:52 pm IST)