Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કેન્દ્રીયમંત્રીએ કહ્યું સમગ્ર દેશમાં એનસીઆર તાત્કાલિક લાગુ કરવાની કોઈ યોજના નથી

હજી સુધી નાગરિકત્વના નિયમો બનાવાયા નથી :ગૃહ મંત્રાલય દ્વારા નિયમો બનાવવામાં સમય લાગશે

નવી દિલ્હી : વિપક્ષી દળો દ્વારા સુધારેલા નાગરિકત્વ સુધારા કાયદા સામે વિરોધ પ્રદર્શન લોકોને ભડકાવવા માટે થયા હોવાનો આરોપ લગાવતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ  કહ્યું કે સરકાર પાસે દેશમાં એનઆરસી  લાગુ કરવાની કોઈ તાત્કાલિક યોજના નથી અને સરકાર જે લોકો હિંસામાં સામેલ નથી તેની સાથે વાત કરવા તૈયાર છે. રેડ્ડીએ કહ્યું કે સુધારેલા નાગરિકત્વ કાયદા હેઠળ હજી સુધી નાગરિકત્વના નિયમો બનાવવામાં આવ્યા નથી અને ગૃહ મંત્રાલય દ્વારા નિયમો બનાવવામાં સમય લાગશે.

   દેશના પાટનગરના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવવાના સરકારના નિર્ણયનો બચાવ કરતાં રેડ્ડીએ કહ્યું હતું કે 'ખોટી' અને 'તોફાની' માહિતીના પ્રચારને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, 'દેશમાં એનઆરસી લાગુ કરવાની અમારી પાસે તાત્કાલિક કોઈ યોજના નથી.' કોઈ સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યા વિના રેડ્ડીએ કહ્યું કે અમિતભાઈ  શાહે સંસદમાં જાહેરાત કરી હતી કે એનઆરસીનો અમલ દેશભરમાં કરવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષો વિદ્યાર્થી, મહિલાઓ અને અન્ય લોકોને ધર્મના નામે ભડકાવીને સુધારેલા નાગરિકતા અધિનિયમ સામે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.

    તેમણે કહ્યું, 'કેટલાક રાજકીય પક્ષો સુધારેલા નાગરિકત્વ અધિનિયમ સામે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. તેઓ મહિલાઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ધર્મના નામે ભડકાવી રહ્યા છે. 'મંત્રીએ કહ્યું કે કોઈ પણ સરકાર હિંસા સહન કરી શકે નહીં. તેમણે કહ્યું, 'આપણે હિંસા સાથે વ્યવહાર કરવો પડશે. આ કાયદો કોઈ ધર્મ, સમુદાય અથવા રાજ્યની વિરુદ્ધ નથી. ધર્મના નામે વિરોધનું કોઈ કારણ હોવું જોઈએ નહીં

 . 'રેડ્ડીએ કહ્યું કે દિલ્હી અને લખનૌમાં થોડા સ્થળો સિવાય દેશમાં સ્થિતિ સામાન્ય છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને લખનૌમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની પહેલી પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. તેમણે કહ્યું, 'આ પછી, અમે તપાસ કરીશું કે આ પ્રદર્શન પાછળ કેટલીક બાહ્ય શક્તિઓ છે કે નહીં.

(12:26 am IST)