Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

વડાપ્રધાન મોદી પર ટ્વીટ કરનાર કોમેડીયન કૃણાલ કામરાને ભાજપના નેતાએ આપી ધમકી

તમને પણ જલદી ફિક્સ કરવામાં આવશે :મુંબઇ બીજેપીના મહાસચિવ મોહિત ભારતીયે ધમકી આપી

મુંબઈ : સ્ટેન્ડ અપ કોમેડી અને ટ્વિટર પર સતત સરકારની યોજનાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા સ્ટેન્ડ અપ કોમેડીયન કૃણાલ કામરાને હવે ટ્વિટર પર સતત ધમકીઓ મળી રહી હતી પરંતુ તેમની હાલની ટ્વિટ બાદ મુંબઇ બીજેપીના મહાસચિવ મોહિત ભારતીયે ધમકી આપી હતી. નાગરિકતા સુધારા કાયદો 2019ને લઇને કૃણાલ કામરાએ હાલના દિવસોમાં વડાપ્રધાન મોદી પર સોશિયલ મીડિયાના માધ્યમથી કટાક્ષપૂર્ણ વાતો લખી હતી.

કામરાએ બુધવારે પોસ્ટ લખી હતી કે, પ્રિય વડાપ્રધાન મોદી, મીડિયા તમારી સાથે છે, બોલિવુડ તમારી સાથે છે, 353 સાંસદો તમારી સાથે છે, બધાં જ કટ્ટર વ્યક્તિ તમારી સાથે છે. ભષ્ટ અપરાધી અને દુષ્કર્મી તમારી સાથે છે. આરએસએસ તમારી સાથે છે. એનઆરઆઇ ઢોકલા માફિયા તમારી સાથે છે પરંતુ અમે મજબુતી સાથે તમારી સામે ઉભા છીએ કારણ કે દેશ તમને નથી ચાહતો.

મેસેજને શેર કરતાં સ્ટેન્ડઅપ કોમેડીયને લખ્યું, તેને ફિક્સ કરો. મોહિત ભારતીયને આ ટ્વીટ ગમ્યું નહીં. તેમણે લખ્યું, મારા વાત નોંધી રાખો, તમને પણ જલદી ફિક્સ કરવામાં આવશે. તેના જવાબમાં સ્વરા ભાસ્કરે મુંબઈ પોલીસને ટેગ કરતા લખ્યું, તો સોશિયલ મીડિયામાં જાહેરમાં કોમેડીયન કૃણાલ કામરાને ધમકી આપી રહેલો આ મુંબઇ ભારતીય જનતા પાર્ટીનો મહાસચિવ મોહિત ભારતીય છે. સત્તાધારી પાર્ટીમાં પદ રાખનારા સભ્યો શું અદ્ભુત અને જવાબદાર આચરણ કરે છે. અમે નાગરિકો કેટલું સુરક્ષિત અનુભવી રહ્યા છે.

તેની અગાઉની ટ્વિટ પર, કૃણાલ કામરાએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદી હવે 'હ્યુમન ડિમોનેટાઇઝ' કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ભારત વિરોધી છે.

(12:18 am IST)