Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પરવેઝ મુશર્રફ મૃત્યુ પામે તો પણ તેમના મૃતદેહને ઢસડીને લાવો અને 3 દિવસ લટકાવી રાખો : કોર્ટ

તાનાશાહ પરવેઝ મુશર્રફને આપવામાં આવેલી મોતની સજાના નિર્ણયનું વિવરણ કોર્ટમાં જાહેર કર્યું

 

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ સૈન્ય સરમુખત્યાર પરવેઝ મુશર્રફને એક કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે. જોકે સજા સંભળાવનારી સ્પેશિયલ કોર્ટે એકદમ વિચિત્ર આદેશ આપ્યો હતો. અદાલતે આદેશ આપ્યો છે , જો મુશર્રફને ફાંસી આપવામાં આવે તે પહેલા તેમનું મોત નિપજે તો પણ તેમના મૃતદેહને ઈસ્લામાબાદના સેંટર સ્ક્વેર પર ઢસડીને લાવવામાં આવે અને તેમના મૃતદેહને પણ ત્રણ દિવસ સુધી ત્યાં લટકાવવામાં આવે.

પાકિસ્તાનમાં સંવિધાના વિરૂદ્ધ જઇને ઇમરજન્સી લગાવવાના મામલે પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેઝ મુશર્રફને આપવામાં આવેલી મોતની સજાના નિર્ણયનું વિવરણ કોર્ટમાં જાહેર કર્યું છે. તેમાં અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભાગેડૂ (પરવેઝ મુશર્રફ)ને પકડીને કાનૂન મુજબ સજા આપો અને જો એવું હોય તેના તેની લાશને ઘસડીને ચોકમાં લાવો અને ત્રણ દિવસ સુધી તેને ત્યાં લટકાવો. સ્પેશિયલ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની પીઠે એક મુકાબલામાં બે બહુમતથી પૂર્વ રાષ્ટ્રપતિ (સેવાનિવૃત્ત) જનરલ પરવેજ મુશર્રફને મોતની સજા સંભળાવી છે.

પેશાવર હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વકાર અહમદ સેઠ અને સભ્ય લાહોર હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શાહિદ કરીમને મોતની સજાના પક્ષમાં ચૂકાદો આપ્યો જ્યારે સિંધ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નજર અકબરે અસહમતિ વ્યકત કરી છે. વિસ્તૃત ચૂકાદો ગુરૂવારે જાહેર કરવામાં આવ્યો. તેમાં કોર્ટે કહ્યું કે, તે તમામ વરદીવાળા પણ મામલે બરાબરના ભાગીદાર છે જેમણે તે સમયે મુશર્રફનો સાથ આપ્યો હતો, તેમને સુરક્ષા આપી હતી.

(11:55 pm IST)