Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નાગરિકતા કાયદાથી દેશના કોઇ નાગરીકના નાગરીત્વ પર અસર થવાની નથી: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

આ બિલ શરણાર્થીઓને નાગરિકતા આપવા લાવવામાં આવ્યુ છે

 

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ નાગરિકતા બિલ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે, બિલનો કોઈ વિરોધ હોવો જોઈએ અને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે કોઈ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. બિલ શરણાર્થીઓને નાગરિકતા આપવા લાવવામાં આવ્યુ છે. ત્યારે મામલે કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી તેથી પ્રકારનો વિરોધ કરવામા આવી રહ્યો છે.

  કેન્દ્રીય મત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતુ કે કાયદામા શરણાર્થીઓને નાગરીકત્વ આપવાની વાત કરવામા આવી છે. તેનાથી દેશના કોઇ નાગરીકના નાગરીત્વ પર અસર થવાની નથી. તેથી વિરોધનો કોઇ અર્થ નથી. કેટલાક ચોક્કસ લોકો અને પાર્ટી તેનો વિરોધ કરે છે.

(11:07 pm IST)