Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

આંખ ગુમાવનાર જામિયા વિદ્યાર્થીને આપ ધારાસભ્‍ય આપશે રૂ. પ લાખઃ વકફ બોર્ડમાં નોકરી

        આમ આદમી પાર્ટી( આપ ) ધારાસભ્‍ય અને દિલ્લી વકફ બોર્ડના અધ્‍યક્ષ અમાનતુલ્લાહ ખાનએ કહ્યું છે કે સીએએ વિરૂદ્ધ પ્રદર્શન દરમ્‍યાન એક આંખ ગુમાવનાર જામિયાના વિદ્યાર્થી મિન્‍હાજુદિને રૂ. પ લાખ અને વકફ બોર્ડમાં સ્‍થાયી નોકરી મળશે.

        વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે  પોલીસ  દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જમાં તેની એક આંખની રોશની જતી રહી છે. જામિયા પ્રદર્શનકારીએ કહ્યું છે અમે  સીએએના વિરોધમાં છીએ, પણ દેશના નહી.

(10:55 pm IST)