Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

CAAના વિરોધમાં દેશમાં હિંસક પ્રદર્શન: ગૃહમંત્રી અમિત ભાઈ શાહે ઈમરજન્સી સુરક્ષા બેઠક બોલાવી

ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે કરી ચર્ચા: હિંસાની પરિસ્થિતિમાં સુરક્ષાની તૈયારીઓની કરી સમીક્ષા

નવી દિલ્હી : દેશના અનેક વિસ્તારોમાં CAA મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને ઉગ્ર બનાવવાના પ્રયાસ પણ થઇ રહ્યાં છે. આ વિરોધ દરમિયાન પથ્થરમારા, આગચંપી જેવી ઘટના બની હતી. ત્યારે CAA પર હિંસક વિરોધને પગલે ગૃહમંત્રાલયમાં બેઠક યોજાઇ છે. ગૃહમંત્રી અમિત ભાઈ શાહે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનને લઇને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. હિંસાની પરિસ્થિતિમાં સુરક્ષાની તૈયારીઓ પર સમીક્ષા કરી હતી 

(10:46 pm IST)