Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

''ફાઇવ હન્ડ્રેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિપલ ઇન ગ્લોબલ મિડીયા'': અમેરિકાના વેરાઇટી મેગેઝીનએ બહાર પાડેલી યાદીમાં ભારતના ઉદ્યોગપતિ શ્રી મુકેશ અંબાણી સહિત ૧૦ લોકોને સ્થાન

ન્યુયોર્કઃ અમેરિકાના પ્રથમ ક્રમના ગણાતાં વેરાયટી મેગેઝીનએ ''૫૦૦ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિપય ઇન ગ્લોબલ મિડીયા'' લીસ્ટમાં ભારતના ૧૦ લોકોને સ્થાન આપ્યું છે.જેમાં ઉદ્યોગપતિ શ્રી મુકેશ અંબાણી, બોલીવુડ સ્ટાર શાહરૂખખાન તથા આમિરખાન સહિતનાઓનો સમાવેશ કર્યો છે.

ઉપરાંત બોલીવુડ પ્રોડયુસર્સ આદિત્ય ચોપરા, એકતા કપૂર, રોની શ્રેવાલા, સિધ્ધાર્થ રોય કપૂરને પણ સ્થઆન આપ્યું છે. તેમજ ઇરોસ ઇન્ટરનેશનલના ચેરમેન શ્રી કિશોર લુલ્લા તથા વોલ્ટ ડીઝની કંપનીના પ્રેસિડન્ટ શ્રી ઉદય શંકરનો લીસ્ટમાં સમાવેશ કર્યો છે.

(8:38 pm IST)