Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અમેરિકન એશોશિએશન ફોર એકેડમી ઓફ સાયન્સ ફેલો તરીકે ૨૦ ઉપરાંત ઇન્ડિયન અમેરિકન ચૂંટાઇ આવ્યા

 વોશીંગ્ટનઃ અમેરિકન એશોશિએશન ફોર એકેડમી ઓફ સાયન્સ દ્વારા જાહેર કરાયેલા છેલ્લા અહેવાલ મુજબ ૨૦૧૯ની સાલમાં ૪૪૩ વૈજ્ઞાનિકો ફેલો તરીકે ચૂંટાઇ આવ્યા છે. જેમાં ૨૦ ઉપરાંત ઇન્ડિયન અમેરિકન છે.

સાન્યસ તથા  ટેકનોલોજી ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ ચૂંટાઇ આવેલા ૨૦ ઇન્ડિયન અમેરિકન્સ પૈકી એગ્રિકલ્ચર ક્ષેત્રે સુશ્રી લીના ત્રિપાઠી, બાયોલોજીક સાયન્સ ક્ષેત્રે શ્રી જસ્ટીન પી કુમાર, શ્રી હરમીત સિંઘ મલ્લિક, શ્રી કિરણકુમાર  એસ.મૈસોર, શ્રી એલિમ સિદીકી, તથા શ્રી કંવરયાલ સિંઘનો સમાવેશ થાય છે.

કેમિસ્ટ્રી ક્ષેત્રે શ્રી ક્રિશ્નન રાઘવાચારી, તથા એન્જીનીઅરીંગ ક્ષેત્રે શ્રી રાજીવન અમિરથરાજા, શ્રી આસુતોષ ચિલોતી, શ્રી રવિ બેલ્લામકોન્ડા, શ્રી ગુરૂ માધવન, તેમજ ઇન્ફોર્મેશન  એન્ડ કોમ્યુનિકેશન ક્ષેત્રે શ્રી નોશિર એસ.કોન્ટ્રાકર સહિતનાઓનો જુદા જુદા ક્ષેત્રે સમાવેશ થયો છે.

તમામ ફેલોને ૧૫ ફેબ્રુ.૨૦૨૦ના રોજ સર્ટિફિકેટ તથા સોનેરી અને વાદળી રોઝિટ પિન આપી સન્માનિત કરાશે.

(8:36 pm IST)