Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

હિંસક દેખાવોની સાથે સાથે

કેટલાક રાજ્યોમાં પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ

નવી દિલ્હી, તા.૧૯  :નાગરિક સુધારા કાનુનની સામે દેશના જુદા જુદા ભાગોમાં આજે હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. ઉત્તરપ્રદેશ, ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. દેશભરમાં જુદી જુદી જગ્યાઓમાં દેખાવો કરાયા હતા. મેટ્રો સ્ટેશનોને બંધ કરવાની ફરજ પડી હતી. કેટલીક જગ્યાએ વ્યાપક તોડફોડ પણ થઇ હતી. નાગરિક કાનૂનને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજે બંધની હાકલ કરવામાં આવી હતી જેની ઘણી જગ્યાએ માઠી અસર થઇ હતી. હિંસક દેખાવોની સાથે સાથે નીચે મુજબ છે.

*          નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન

*          લેફ્ટ વિંગ અને જુદા જુદા સંગઠનો દ્વારા બંધની હાકલ કરાઈ હતી જે દરમિયાન હિંસા

*          દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શનથી તંગદિલી

*          દિલ્હીમાં મેટ્રોના ૧૯ સ્ટેશનો ઉપર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરવાની ફરજ પડી

*          દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની આસપાસ કલમ ૧૪૪ લાગૂ કરાઈ

*          યુપીના સંભલ અને લખનૌ સહિતના વિસ્તારોમાં હિંસા થઇ

*          લખનૌના હસનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકીમાં તોડફોડ કરાઈ

*          વિરોધ પ્રદર્શન દરમિયાન લખનૌમાં પણ હિંસા થઇ

*          સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા બાદ ઇન્ટરનેટ સેવાઓને આગામી આદેશ સુધી બંધ કરવાના આદેશ કર્યા

*          કોંગ્રેસી નેતા હરિશ રાવત અને અન્ય નેતાઓએ બંધમાં જોડાયા

*          કોંગ્રેસી નેતા સંદિપ દિક્ષીતને કસ્ટડીમાં લેવામાં આવ્યા

*          દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઇનેટરનેટ સેવા બંધ કરવામાં આવી

*          કાનૂન સામે વિરોધ પ્રદર્શન દરમિયાન જુદી જુદી કઠોર ધારાઓ અમલી કરવામાં આવી

*          બંગાળમાં વિરોધ પ્રદર્શનમાં મમતા બેનર્જી ઉતરીને કેન્દ્ર પર પ્રહાર કરતા દેખાયા

*          શાંતિ અને કાયદા તથા વ્યવસ્થાની સ્થિતિને જાળવવા પગલા લેવાયા

*          અફવાઓને ધ્યાનમાં લેવાની પણ સૂચના આપવામાં આવી

*          સીસીટીવીમાં ધ્યાન આપીને તોફાની તત્વોની ઓળખ કરીને સંપત્તિ જપ્ત કરવાની યોગી દ્વારા જાહેરાત કરવામાં આવી

*          હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે ફરી એકવાર તંગદિલી ફેલાઈ ગઈ

*          મમતા બેનર્જી બેંગ્લોરમાં સુધારા નાગરિક કાનૂન અને એનઆરસીની સામે દેખાવ કરતા રામચંદ્ર ગુહાને કસ્ટડીમાં લેવાતા નારાજગી વ્યક્ત કરી

*          ઉત્તરપ્રદેશમાં ૨૦થી વધુ મોટરસાયકલ, ૧૦થી વધુ કાર, બસને આગ ચાંપવામાં આવી

*          ગુજરાતના અમદાવાદમાં પણ હિંસક વિરોધ પ્રદર્શન થયા

(8:03 pm IST)