Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

31મી ડિસેમ્‍બર પછી વિન્‍ડોઝ મોબાઇલ ઓપરેટિંગ સિસ્‍ટમ ઉપર ચાલનારા કોઇ ફોનને વ્‍હોટ્‍સએપ સપોર્ટ નહીં કરે

નવી દિલ્હી : દુનિયાની સૌથી લોકપ્રિય અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppના યુઝર્સ માટે મોટા સમાચાર છે. કંપની બહુ જલ્દી લાખો યુઝર્સના સ્માર્ટફોનના વોટ્સએપ બંધ કરી દેશે. વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 31 ડિસેમ્બર, 2019 પછી વિન્ડોઝ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા કોઈ ફોનને વોટ્સએપ સપોર્ટ નહીં કરે. કંપનીએ પોતાના સપોર્ટ પેજ પર આ વાતની જાણકારી આપી છે. કંપનીએ આ પહેલાં પણ એડવાઇઝરી જાહેર કરી હતી.

          કંપની દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે iOS7 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા કોઈ પણ જુના iPhoneમાં વોટ્સએપને 31 ડિસેમ્બર પછી બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ વર્ઝન 2.3.7 ઇન્સ્ટોલવાળા કોઈપણ એન્ડ્રોઇડ ફોનમાં વોટ્સએપ સપોર્ટ નહીં મળે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 1 ફેબ્રુઆરી, 2020 પછી સપોર્ટ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. વોટ્સએપ આ જુના ફોન યુઝર્સ માટે નવું એકાઉન્ટ ક્રિએટ નહીં કરી શકે તેમજ વર્તમાન એકાઉન્ટને વેરિફાઇ પણ નહીં કરી શકે.

          સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવાનું મુશ્કેલ છે પણ વોટ્સએપ પોતાના ડેવલપમેન્ટમાં સુધારો કરી શકે છે. જોકે આ શક્ય નથી બન્યું જેના પગલે હવે વોટ્સએપ જુની ઓપરેટિંગ સિસ્ટમમાં કામ નહીં કરી શકે. આ પહેલાં વોટ્સએપે 2017ના 30 જૂનથી નોકિયા સિમ્બિયાન S60ને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે. આ સિવાય કંપનીએ 2017ના 31 ડિસેમ્બરથી બ્લેકબેરી OSને પણ સપોર્ટ બંધ કરી દીધો હતો.

(5:00 pm IST)