Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

હ્યુન્‍ડાઇ દ્વારા નવી કાર માર્કેટમાં મુકાશેઃ ફર્સ્‍ટ લુક જાહેર કરાયોઃ બહારની ડિઝાઇન એકદમ આકર્ષક

નવી દિલ્હી: દેશની બીજી સૌથી મોટી કાર બનાવનાર કંપની હ્યુન્ડાઇ ભારતીય કાર બજારમાં પોતાની નવી કાર Hyundai AURA ને રજૂ કરી ધમાલ મચાવનાર છે. કંપનીએ સોમવારે આ કારનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે. લુકને જોવાથી ખબર પડે છે કે નવી કાર Hyundai AURA ની બહારની ડિઝાઇન એકદમ આકર્ષક છે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર સેડાન કેટેગરીમાં ધમાલ મચાવનાર છે. તેની ડિઝાઇન ખાસ કરીને તૈયાર કરવામાં આવી છે.

      કંપનીએ તાજેતરમાં 12 નવેમ્બર 2019ના રોજ આ કારનું ટીઝર જાહેર કર્યું હતું. બરોના અનુસાર 2020 ઓરા સેડાન કાર Hyundai AURAમાં લેધરથી રપ કરેલું સ્ટીયરિંગ વ્હીલ હશે. સાથે જ સીટ ખૂબ જ આરામદાયક હશે. તેમાં ક્રોમ ડોર હેન્ડલ, એલઇડી ઇન્સર્ટની સાથે સી આકારની હેડલેમ્પ, 15 ઇંચ એલોય વ્હીલ લાગેલા હશે.

       કારમાં ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, રીયર એસી વેંટ્સ, એન્જીન સ્ટાર્ટ-સ્ટોપ બટન અને હાઇટ એડજસ્ટમેન્ટની સાથે ડ્રાઇવર સીટ લાગેલી હશે. માનવામાં આવી રહ્યું છે કે તેમાં BS VI બેસ્ડ 1.2 લીટર પેટ્રોલ એન્જીન હશે. એન્જીનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન સિસ્ટમ સાથે AMT ઓપ્શન હશે.

(4:58 pm IST)