Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નાણા મંત્રાલયે સિનિયર સિટીઝન બચત ખાતાના નિયમોમાં કર્યો ફેરફાર

નવી દિલ્હી, તા.૧૯: વરિષ્ઠ નાગરિક માટે મોટો સમાચાર છે, આ યોજનાના નિયમો બદલાયા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ૨૦૧૯ (SCSS) ને સૂચના આપી છે, જેણે એસસીએસએસ નિયમો ૨૦૦૪માં જગ્યા લીધી છે. આ યોજના હેઠળ લદ્યુત્તમ થાપણની રકમ ૧૦૦૦ રૂપિયા અને મહત્તમ થાપણની રકમ ૧૫ લાખ રૂપિયા છે. આ ખાતું ૫ વર્ષમાં પરિપકવ થાય છે. મતલબ હવે તમે ૫ વર્ષ પહેલાં પૈસા ઉપાડી શકતા નથી. નવા નિયમો પહેલેથી ચાલી રહેલા એકાઉન્ટ્સને અસર કરશે નહીં.

સિનિયર સિટિઝન સેવિંગ યોજના અંતર્ગત ૮ ટકાથી વધુ વ્યાજ ઉપલબ્ધ છે. નાણાં મંત્રાલય દર ૩ મહિનામાં આ યોજનાના વ્યાજના દરની સમીક્ષા કરે છે. આ યોજનામાં દર કવાર્ટરમાં વ્યાજની ગણતરી કરવામાં આવે છે. જેમા ૧ એપ્રિલ, ૧ જુલાઈ, ૧ ઓકટોબર અને ૧ જાન્યુઆરીએ ખાતા ધારકના ખાતામાં પૈસા મૂકવામાં આવે છે. આ યોજનાનો સમયગાળો ૫ વર્ષ છે અને તે વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. જો તમે સમય પહેલાં એકાઉન્ટમાંથી પૈસા પરત ખેંચી લો છો, તો તમારે આ માટે થોડી ફી ચૂકવવી પડશે.

૬૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થયેલા કોઈપણ વ્યકિત આ યોજનામાં રોકાણ કરી શકે છે. આમા પોતાનું અથવા સંયુકત ખાતું ખોલી શકાય છે. આ યોજનાની સુવિધા પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેન્કમાં ઉપલબ્ધ છે.

આ યોજના અનુસાર સંયુકત અથવા સિંગલ ખાતું ખોલીને તેમાં ૧૫ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જો કે તેમાં રોકાણ કરેલી રકમ નિવૃત્તિ સમયે મળતી રકમ કરતા વધારે ન હોવી જોઈએ.

એસસીએસએસ ૨૦૧૯ પરિપકવતા પછી ખાતાના ૩ વર્ષના વિસ્તરણને મંજૂરી આપે છે અને તમને તે વ્યાજ દર મળશે જે ખાતાની પરિપકવતા સમયે આપવામાં આવ્યો હતો.

(4:17 pm IST)