Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના વિડિયોને કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો વિડિયો ભાજપ પાસે

નવી દિલ્હી, તા.૧૯ : નાગરિક કાનૂનના વિરોધમાં દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે મુસ્લિમ સંગઠનો અને અન્ય સંગઠનો દ્વારા બંધની હાકલ કરી હતી. ગાળા દરમિયાન કેટલાક ભાગોમાં હિંસા થઇ હતી. બીજી બાજુ કોંગ્રેસને તેના હથિયારથી મુશ્કેલીમાં મુકવા માટે ભાજપે હવે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ૨૦૦૩ના રાજ્યસભામાં આપવામાં આવેલા નિવેદનને લઇને વિડિયો જારી કર્યો છે. વિડિયોમાં મનમોહનસિંહ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર હિંસાનો શિકાર થયેલા શરણાર્થીઓ માટે સરકારને સહાનુભૂતિ વલણ અપનાવવા માટેની અપીલ કરતા નજરે પડે છે. ૨૦૦૩માં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર હતી તે વખતે રાજ્યસભાના સભ્ય મનમોહનસિંહ વિપક્ષના નેતા તરીકે હતા અને મનમોહનસિંહે નિવેદન કર્યું હતું.

 

 

નાગરિક કાનૂન બાદ NRC પણ લાગૂ થશે : જેપી નડ્ડાનો દાવો

અફઘાન શરણાર્થીઓ સાથે નડ્ડાની બેઠક : વોટબેંક રાજનીતિને છોડી આગળ આવવા વિરોધી તત્વોને નડ્ડાની અપીલ : મોદીના નિર્ણયો ભારતના વ્યાપક હિતમાં

નવીદિલ્હી, તા. ૧૯  : દેશના જુદા જુદા વિસ્તારોમાં જારી વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂનને લાગૂ કરવામાં આવ્યા બાદ એનઆરસીને પણ લાગૂ કરવામાં આવશે. અફઘાનિસ્તાન શરણાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ ભાજપના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી જે પણ નિર્ણય કરે છે તે માનવતાવાદી અને દેશના હિતમાં હોય છે. તેઓ મંચ પરથી નાગરિક સુધારા બિલનો વિરોધ કરી રહેલા લોકોને કહેવા માંગે છે કે, વોટબેંકની રાજનીતિ છોડીને આગળ આવવાની જરૂર છે. વોટબેંક માટે માનવીય પક્ષની અવગણના કરવાની બાબત ખુબ ખતરનાક દેખાઈ રહી છે. ભાજપ હેડક્વાર્ટરમાં અફઘાનિસ્તાનના શરણાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ પાર્ટીના કારોબારી પ્રમુખે કહ્યું હતું કે, દેશમાં સુધારવામાં આવેલા નાગરિક કાનૂનને લાગૂ કરવામાં આવશે. ભવિષ્યમાં એનઆરસીને પણ લાગૂ કરવામાં આવશે. નડ્ડાએ કહ્યું હતું કે, બિનજરૂરીરીતે સમાજ વિરોધી તત્વો તોફાન કરી રહ્યા છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક અત્યાચારનો સામનો કરીને આવેલા હિન્દુ, જૈન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ સમુદાયના લોકોને ન્યાય આપવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભાજપના કારોબારી અધ્યક્ષે કહ્યું હતું કે, યોગ કરનાર લોકો જોઈ શકે છે કે, કઇરીતે ૩૦ વર્ષથી તે લોકો રહેતા હતા. પ્રમાણપત્રની પણ સ્થિતિ હતી. બાળકોને અભ્યાસ પણ કરાવી શકતા હતા. નડ્ડાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત ઇચ્છાશક્તિના કારણે સંસદમાં નાગરિક સુધારા બિલ પાસ થઇ શક્યું છે જેના સુત્રધાર ગૃહમંત્રી અમિત શાહ રહ્યા છે. ભારત મોદીના નેતૃત્વમાં મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. નાગરિકતા કાનૂન લાગૂ થશે અને મોડેથી એનઆરસીને પણ લાગૂ કરાશે. નડ્ડાએ કહ્યું હતું કે, જે શીખ સમુદાયના લોકો ૨૮થી ૩૦ વર્ષ પહેલા અફઘાનિસ્તાનથી નિકળી ગયા બાદ પોતાના ધર્મના રક્ષણ માટે ભારત આવ્યા હતા તે લોકોએ આજે પાર્ટી કચેરીમાં આવીને મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. આજે દિલ્હી સહિત દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન વચ્ચે નડ્ડાએ મુજબની વાત કરી હતી. નાગરિક કાનૂનને લઇને વિરોધ પ્રદર્શન વચ્ચે વ્યાપક હિંસા ભડકી ઉઠી છે. આને લઇને રાજનીતિની રમત પણ રમાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી અને તેના સાથી પક્ષો હિંસા ઉપર ઉતરી આવ્યા છે. સમર્થનના કારણે તોફાની તત્વો ઉશ્કેરણીજનક કૃત્યો કરી રહ્યા છે.

(8:05 pm IST)