Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

બીજાનો અવાજ સાંભળવાનો બંધ કરી દઈશું તો લોકશાહી હારી જશેઃ પ્રણવ મુખરજી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ નાગરિકતા સંશોધન બીલ સામે આડકતરી રીતે પોતાની નારાજગી વ્યકત કરી છે

નવી દિલ્હી, તા.૧૯: અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં યોજાયેલી એક લેકચર સિરિઝમાં તેમણે કહ્યુ હતુ કે, શું નાગરિકતા સંશોધન બિલના કારણે દેશની લદ્યુમતીઓ સામે ખતરો છે આ સવાલ આજે આપણી સામે છે. હવે આપણે વિવિધ વિચારોને સાંભળવાના છે કે નહી તે નિર્ણય આપણે લેવાનો છે.

વિવિધતા પર ભાર મુકતા પ્રણવ મુખરજીએ કહ્યુ હતુ કે, આપણે યાદ રાખવુ પડશે કે, જો આપણે બીજાનો અવાજ સાંભળવાનુ બંધ કરી દઈશું તો લોકશાહીની હાર થશે. ભારતમાં ૧.૩ અબજ લોકોની વસતી સાત મુખ્ય ધર્મોનુ પાલન કરે છે અને ૧૨૨ ભષાઓનો ઉપયોગ કરે છે. આમ છતા સંવિધાન હેઠળ એક થઈને રહે છે. આ જ ભારત છે.ભારતની આ ઓળખ નષ્ટ થવી જોઈએ નહી. આપણે તેને નષ્ટ થવા પણ ના દેવી જોઈએ. જો એવુ થયુ તો ભારત તરીકે ઓળખાતુ કશું આ દેશ પાસે નહી રહે.

તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે, બહુમતિનો અર્થ થાય છે કે, બધાને જોડે લઈને ચાલવુ. જનતા મનમાની કરનાર પાર્ટીને ચૂંટણીમાં નકારી કાઢે છે તે વાત ધ્યાનમાં રાખવી પડશે.

(4:05 pm IST)