Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જીએસટી કાઉન્સીલમાં પ્રથમ વખત 'મતદાન'થી નિર્ણય લેવાયા

જીએસટી કાઉન્સીલમાં ઈતિહાસમાં અમુક મુદ્દા પર મતદાન કરવું પડ્યું તેના આધારે નિર્ણય કર્યો

નવી દિલ્હી,તા.૧૯: જીએસટી વસુલાત વધારવા માટે અથાગ પ્રયત્નો છતાં આવક વધતી નથી ત્યારે બુધવારની કાઉન્સીલની બેઠક પર ખાસ મીટ હતી પરંતુ તેમાં કોઇ મોટા નિર્ણય થયા ન હતા. જો કે, સૌથી મહત્વની બાબત એ છે કે જીએસટી કાઉન્સીલનાં ઇતિહાસમાં અમુક મુદ્દાઓ પર મતદાન કરવું પડ્યું હતું. અને તેના આધારે નિર્ણય લેવામાં ાવ્યો હતો.

દશનાં વિવિધ રાજયોમાં વેચાતી લોટરી પર જીએસટી દર મુદ્દે વિવાદ થયો હતો. એક સમાન દર રાખવા માટે મતદાન કરવું પડ્યું હતું. ૨૧ વિરુધ્ધ ૭ મતથી નિર્ણય લેવાયો હતો. અન્ય નિર્ણયો જો કે સર્વસંમતિથી લેવામાં આવ્યા હતાં.

જીએસટી ઇનપૂટ ટેકસ ક્રેડિટનો ગેરલાભ લેતી કંપનીઓ-વેપારી પેઢીઓ માટે નિયમો વધુ આકરા બનાવતો નિર્ણય લેવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૧૭થી નવેમ્બર ૨૦૧૯ સુધી જીએસટીઆર ફાઈલ નહીં કરનારા વેપારીઓને રીટર્ન ફાઈલ કરવા એક તક આપાવનો નિર્ણય લેવાયો હતો. કોઇ પેનલ્ટી વિના તેઓએ રીટર્ન ફાઈલ કરી શકશે. ૧૦મી જાન્યુઆરી સુધીની મુદત આપવામાં આવી છે. આ સમયગાળામાં પણરીટર્ન ન ભરે તો ઇ-વે બીલ અટકાવી દેવામાં આવશે. આ સિવાય જીએસટીઆર -૩બી નહીં ભરનારા વેપારીઓ સામે આકરા પગલાં ભરવા અધિકારીઓને વિશેષ સત્ત્।ા આપતો નિર્ણય લેવાયો હતો.ઇનપુટ ટેકસ ક્રેડીટ મામલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત સમયાંતરે ઇન્વોઇસ અપલોડ ન કર્યા હોય તો સંબંધિત વેપારીને ૨૦દ્ગચ બદલે ૧૦ ટકા ઇનપુટ ટેકસ ક્રેડીટ મળી શકશે. કાઉન્સીલે બે મહિના પૂર્વે જ ૨૦ ટકા ઇનપુટ ટેકસ ક્રેડીટની મર્યાદા લાભ કરી હતી અને તેની સામે વ્યાપક વિરોધ પણ થયો હતો. હવે તે દ્યટાડીને ૧૦ ટકા કરાતા વેપાર ઉદ્યોગકારોમાં પ્રત્યાદ્યાતો પડવાની આશંકા છે.વેપારીઓ દ્વારા ગેરરીતિ આચરીને ઇનપૂટ ટેકસ ક્રેડીટ મેવી હોય તો તે સ્દ્યતિ કરી દેવાના અધિકાર પણ આપવામાં આવ્યાં છે. જીએસટી વસુલાત વધારવાના પ્રયાસના ભાગરુપે આ કદમ ઉઠાવવામાં આવ્યાં છે.

(3:53 pm IST)