Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કવાલિટી હાઇ એજયુકેશન પર ધ્યાન આપવાની જરૂર

હેલ્થફેર સેકટરની નજર પણ બજેટ પર કેન્દ્રિત : ફેબ્રુઆરીમાં રજુ થનાર બજેટમાં સેકટરમાં કેટલીક મોટી રાહત જાહેર કરવામાં આવશે તેવો નિષ્ણાંતોનો અભિપ્રાય

નવી દિલ્હી,તા. ૧૯: આર્થિક સુસ્તીના માહોલમાં નાણાંપ્રધાન નિર્મલી સીતારામન દ્વારા રજૂ કરવામાં આવનાર બજેટ પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. નિર્મલા સીતારામન   પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે ત્યારે તમામની નજર તેના પર કેન્દ્રિત થઇ ગઇ છે. આર્થિક સુસ્તી અને મોંઘવારીના કારણે હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી ચુકેલા લોકોને રાહત આપવા માટે બજેટમાં જેટલી હેલ્થકેર અને શિક્ષણ પર ખાસ ભાર મુકી શકે છે. બન્ને સેક્ટર માટે કેટલીક આકર્ષક જાહેરાત કરવામાં આવી શકે છે.  હેલ્થકેર સેક્ટર, ક્વાલિટી હાઇ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે.

બજેટમાં કેટલીક જાહેરાત કરવામાં આવશે તેવી ગણતરી થઇ રહી છે.  ચોક્કસ પ્રોજેક્ટો અને સ્કીમ માટે ફાળવણી વધી શકે છે. સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી શકે છે. મોટી સંખ્યામાં સંસ્થાઓને વધારીને સ્કીલ્ડ વર્કફોર્સમાં વધારો કરવામાં આવી શકે છે. ખાનગી ભાગીદારીને વધારી દેવા વધારે શેક્ષણિક સંસ્થાઓ ખોલવાની માંગ થઇ રહી છે. ભવિષ્ય માટે પ્રોફેશનલોને વધારી દેવાની માંગ થઇ રહી છે. ભારતમાં બાઇટેક ઇન્ડસ્ટ્રીઝની હવે નોંધ લેવામાં આવી રહી છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની દેશના નિર્માણમાં સૌથી મોટી ભૂમિકા રહે છે. આવી સ્થિતીમાં સારા કુશળ શિક્ષણો અને વિદ્યાર્થીઓ તૈયાર થાય તે જરૂરી છે.  દેશમાં જુદા જુદા શેક્ષણિક વિભાગમાં વધુ સંસ્થાઓ સ્થાપિત કરવાની જરૂર છે. નાણાં પ્રધાન પાસેથી સ્કીલ ડેવલપમેન્ટ માટે આ સેક્ટર દ્વારા કેટલીક અપેક્ષા રાખવામાં આવે છે. જેમાં ભારતીય યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા અને ઉદ્યોગ- શિક્ષણના સહકારને પ્રોત્સાહન મળે તે જરૂરી છે.  આનાથી મજબુત ટેલેન્ટ પુલ તૈયાર કરાશે.

 તેમની કુશળતાને વધુ વધારવા માટે વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકી શકાશે. બજેટ પહેલા વાતચીતની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. સ્ટાર્ટ અપ, અર્થતંત્ર સાથે જોડાયેલા પ્રતિનિધીઓ, ઉદ્યોગોના પ્રતિનિધીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી ચુકી છે. નાણાં પ્રધાન બજેટ રજૂ કરતા પહેલા જુદા જુદા પાસા પર ધ્યાન આપી રહ્યા છે. જુદા જુદા વિભાગોની રજૂઆતને સાંભળી રહ્યા છે. હજુ કેટલાક વર્ગના લોકો મળવા માટે ઇચ્છુક બનેલા છે. (૯.૮)

સેકટરની અપેક્ષાઓ....

ભારતીય યુનિવર્સિટી અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા ઉદ્યોગ-શૈક્ષણિક સહકારને મહત્વ

મજબૂત ટેલેન્ટપુલ વિકસિત કરવા માટેની માંગ

કુશળતાને અપગ્રેડ કરવા વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકવા માટે પ્રયાસ

બાયો ટેકનોલોજીમાં મૂડીરોકાણ પર વેન્ચર કેપિટલ ફંડની રચનાને પ્રોત્સાહન

ડાયનેમિક એજ્યુકેશન અભ્યાસક્રમ જે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ રહે તેવા અભ્યાસક્રમની જરૂર

એક્સાઇઝ ડ્યુટી તરફ પણ ધ્યાન આપવા સૂચન

માનવ સંશાધન વિભાગની યુનિવર્સિટીમાં રચનાનુ સુચન

ઇનોવેટિવ ટેલેન્ટ સોર્સિંગ તરફ ધ્યાન આપવા માટે સુચન

(3:51 pm IST)