Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ઝારખંડ : અંતિમ દોરના મતદાન માટેનો તખ્તો તૈયાર : ભારે ઉત્સાહ

આવતીકાલે શુક્રવારના દિવસે છ જિલ્લાની ૧૬ સીટ પર મતદાન : તમામ તબક્કામાં ઉંચુ મતદાન થયા બાદ અંતિમ તબક્કામાં પણ ઉંચુ મતદાન થાય તેવી શકયતા : ૪૦ હજારથી વધારે જવાનો તૈનાત : ર૩ મીએ મતગણતરી

રાંચી, તા. ૧૯: ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાનના ભાગરુપે આવતીકાલે પાંચમા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા મતદાનની પ્રક્રિયાનો અંત આવશે. ઝારખંડમાં ભાજપ તેની સરકારને બચાવી શકશે કે કેમ તે બાબત અંગે માહિતી ૨૩મી ડિસેમ્બરના દિવસે મળી શકશે. કારણ કે આ દિવસે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાનાર છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટે છ જિલ્લામાં રહેલી ૧૬ સીટો પર મતદાન થનાર છે. અગાઉના ચારેય તબક્કામાં ઉંચુ મતદાન થયા બાદ પાંચમાં અને અંતિમ તબક્કામાં પણ ઉચુ મતદાન થાય તેવી વકી છે. પાંચમા અને અંતિમ તબક્કામાં સોરેન પરિવારની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી ગઇ છે. આ તબક્કામાં સંથાલ ક્ષેત્રમાં વોટિંગ થનાર છે. અહીં સોરેન પરિવારના બે સભ્યો મેદાનમાં છે.

જેએમએમના અધ્યક્ષ અને મુખ્યપ્રધાનના દાવેદાર ગણાતા હેમંત સોરેન બે સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. દુમકા અને બરહેટ બેઠક પર પરિવારના સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. સંથાલ ક્ષેત્રમાં વોટિંગ ખુબ ઉપયોગી બનનાર છે. ગુરૂજી એટલે કે શિબુ સોરેનના પરિવારના સભ્યો માટે ચૂંટણી મહત્વપૂર્ણ છે. ચાર તબક્કામાં હજુ સુધી ૬૫ સીટ પર મતદાન થઇ ચુક્યુ છે. બાકીની ૧૬ સીટ પર ઝારખંડ મુક્તિ મોરચાની પ્રતિષ્ઠા દાવ પર છે. ભારતીય જનતા પાર્ટી પૂર્ણ રીતે મોદી મેજિક પર આધારિત છે. પાંચમા રાઉન્ડમાં ૨૦મી ડિસેમ્બરના દિવસે મતદાન થનાર છે. રાજકીયરીતે આ તબક્કાની ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ છે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ વખત શારીરીક રીતે વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે ઘરેથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે ૧૩ સીટો ઉપર સઘન સુરક્ષા વ્યવસ્તા વચ્ચે ૬૨થી ૬૪ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં સાતમી ડિસેમ્બરના દિવસે હિંસાના છુટાછવાયા બનાવો વચ્ચે ૬૩.૩૬ ટકા સુધી ઉંચુ મતદાન થયું હતું.  આની સાથે જ ૨૯ મહિલા અને ૭૩ અપક્ષ ઉમેદવાર સહિત ૨૬૦ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૨મી ડિસેમ્બરના દિવસે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ૬૨ ટકાની આસપાસ મતદાન થયું હતું.ચોથા તબક્કામાં ઉંચુ મતદાન થયુ હતુ.ચોથા તબક્કામાં ૬૨.૫૪ ટકા જેટલુ મતદાન થયુ હતુ.ઝારખંડમાં પાંચમાં અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો ગઇકાલે બુધવારના દિવસે અંત આવ્યો હતો.  છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી હતી. પ્રચારના અંતિમ દિવસે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સક્રિય રહ્યા હતા. યોગીએ શ્રેણીબદ્ધ રેલીઓ યોજી હતી. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં  સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે. શાસક પક્ષ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન ગઠબંધન સરકારની સામે સરકાર બચાવવાનો પડકાર છે.  છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી. ત્યારબાદ રઘુવરદાસના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. જેની પાંચ વર્ષની અવધી પૂર્ણ થઈ ચુકી છે. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.(

મતદાનની સાથે સાથે ...

*ઝારખંડમાં પાંચમા અને અંતિમ તબક્કામાં ૧૬ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે *ઝારખંડમાં આવતીકાલે યોજાનાર મતદાનને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે *     મતદાન સવારે સાત વાગ્યા શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે *તમામ મતદાન મથકો ખાતે તમામ તૈયારી કરી લેવામાં આવી *શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા ૪૦૦૦૦ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે *પાંચમા અને અંતિમ તબક્કામાં સોરેન પરિવારની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી ગઇ છે. *સોરેન પરિવારના બે સભ્યો મેદાનમાં છે. જેએમએમના અધ્યક્ષ અને મુખ્યપ્રધાનના દાવેદાર ગણાતા હેમંત સોરેન બે સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. દુમકા અને બરહેટ બેઠક પર પરિવારના સભ્યો ચૂંટણી લડી રહ્યા છે *શિબુ સોરેનના પરિવારના સભ્યો માટે ચૂંટણી મહત્વપૂર્ણ છે. *૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં  સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે.

અંતિમ ચરણનું ચિત્ર....

રાંચી, તા. ૧૯: ઝારખંડમાં  આવતીકાલે  પાંચમા  અને અંતિમ તબક્કામાં મતદાન યોજાનાર છે.આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા મતદાનની પ્રક્રિયાનો અંત આવશે. ઝારખંડમાં ભાજપ તેની સરકારને બચાવી શકશે કે કેમ તે બાબત અંગે માહિતી ૨૩મી ડિસેમ્બરના દિવસે મળી શકશે. કારણ કે આ દિવસે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ઝારખંડમાં વિધાનસભા  ચૂંટણી માટે મતદાનને લઇ  તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ચિત્ર નીચે મુજબ છે.

પાંચમા તબક્કામાં સીટો..................................... ૧૬

પાંચમા તબક્કામાં જિલ્લા.................................. ૦૬

વેબ કાસ્ટિંગ સુવિધા..................................... ૧૬૬૨

મહિલા ઉમેદવારોની સંખ્યા................................ ૨૩

કુલ ઉમેદવારોની સંખ્યા.................................. ૨૨૦

સુરક્ષા જવાનો હતા.................................... ૪૦૦૦૦

૨૦૧૪માં સૌથી વધુ સીટ..................... ભાજપ (૧૦)

ઝારખંડમાં મતદાન....

તમામ તબક્કામાં ઉંચુ મતદાન

રાંચી, તા. ૧૯: ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાનના ભાગરુપે આવતીકાલે પાંચમા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા મતદાનની પ્રક્રિયાનો અંત આવશે. ઝારખંડમાં ભાજપ તેની સરકારને બચાવી શકશે કે કેમ તે બાબત અંગે માહિતી ૨૩મી ડિસેમ્બરના દિવસે મળી શકશે. કારણ કે આ દિવસે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાનાર છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટે છ જિલ્લામાં રહેલી ૧૬ સીટો પર મતદાન થનાર છે. અગાઉના ચારેય તબક્કામાં ઉંચુ મતદાન થયા બાદ પાંચમાં અને અંતિમ તબક્કામાં પણ ઉચુ મતદાન થાય તેવી વકી છે.ઝારખંડમાં હજુ સુધી ચાર તબક્કામાં મતદાન થયું છે. મતદાનની ટકાવારી નીચે મુજબ રહી છે.

પ્રથમ તબક્કામાં મતદાન............................ ૬૨-૬૪

બીજા તબક્કાનું મતદાન.............................. ૬૩.૩૬

ત્રીજા તબક્કામાં મતદાન............................. ૬૨-૬૩

ચોથા તબક્કામાં મતદાન............................. ૬૨.૫૪

(3:50 pm IST)