Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જેલના કેદીઓ દ્વારા ચલાવાય છે પુરૂષો માટેનું સેલોં

કોચી તા ૧૯  :  કેરળના તિરૂવનંતપુરમમાં સેન્ટ્રલ જેલ પ્રશાસને કેદીઓના પુનર્વસન મિશન હેઠળ કેદીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે મેન્સ-પાર્લર શરૂ કર્યુ છે. કેરળમાં કેદીઓ દ્વારા ચલાવવામાં આવતું આ બીજુ બ્યુટ-પાર્લર છે. આ પહેલાં કુન્નર જેલમાં પણ એક બ્યુટી પાર્લર શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલાં કેદીઓએ તિરૂવનંતપુરમ, ત્રિશુર, કુન્નર અને કોઝીકોડના પેટ્રોલ પંપ પર પણ પોતાની સેવાઓ આપી હતી.

આ પાર્લર ૨૦ કેદીઓ ચલાવે છે. આ  પાર્લરમાં વાળ કાપવા, શેવિંગ કરવાથી લઇને સ્પાઘ મેનીકયોર, પેડિકયોર, ફેશ્યલ અને સ્પા કરવામાં આવે છે. એક જુના મકાનને નવ લાખ રૂપિયાનો ખર્ચ કરીને આ પાર્લર શરૂ કરવામાં આવ્યું છે અને અહીંની સર્વિસને બજારભાવ કરતા સોંઘી રાખવામાં આવી છે. બ્યુટી પાર્લરથી થતી આવક કેદીઓના કલ્યાણ માટેના ભંડોળમાં જમા થાય છે. આ પાર્લર માટે કેદીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે, જેમાં કેદીઓ શિફટમાં કામ કરશે. ટુંક સમયમાં સિનીયર સિટીઝન્સ માટે એક અલગ જગ્યા તૈયાર કરાશે, જયાં મસાજ પણ કરી આપવામાં આવશે.

(3:47 pm IST)