Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

વેરાયટીના ૫૦૦ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યકિતના લિસ્ટમાં શાહરૂખ, આમિર અને મુકેશ અંબાણી

આદિત્ય ચોપડા, એકતા કપૂર, રોની સ્કૂવાલા અને સિદ્ધાર્થ રોય કપૂરનો પણ થયો સમાવેશ

લોસ એન્જલસઃ તા.૧૯: વિદેશી મેગેઝિન વેરાયટીના ૫૦૦ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યકિત ઇન ગ્લોબલ મીડિયાના લિસ્ટમાં મુકેશ અંબાણી, શાહરૂખ ખાન અને આમિર ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં દસ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં આદિત્ય ચોપડા, એકતા કપૂર, રોની સ્કૂવાલા અને સિદ્ધાર્થ રોય કપૂરનો પણ સમાવેશ થયોછે. ઇરોસ ઇન્ટરનેશનલના એકિઝકયુટિવ ચેરમેન કિશોર લુલ્લા, ધ વોલ્ટ ડીઝની કંપનીના પ્રેસિડન્ટ ઉદય શંકરનો પણ સમાવેશ થયો છે.

(3:46 pm IST)