Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ITC ર૦%ને બદલે ૧૦%... નાના વેપારીઓને પડયા પર પાટુ

કાળમુખી મંદી અને તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલા વેપારી વર્ગની હાડમારી નુકસાની વધે તેવો GST કાઉન્સીલનો નિર્ણય : ર૦%ને બદલે ૧૦% ઇનપુટ ટેક્ષ ક્રેડિટનાં નિર્ણયથી આખા વર્ષનો નફો GSTમાં બ્લોક થઇ જાય તેવી સ્થિતિઃ ત્રિમાસિક રીટર્ન ફાઇલ કરવામાંથી જેમને મંથલીમાં જવુ હોય તો હવે નવા વર્ષથી જઇ શકશેઃ ભારે નારાજી

રાજકોટ તા. ૧૯ :.. જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી તે સરકાર અને વેપારીઓ માટે માથાના દુઃખાવા જેવો સાબિત થયો છે. સરકાર આવકના મામલે ગોટે ચડી છે તો વેપારીઓ રીટર્ન સહિતના મામલે ગોથા ખાઇ રહ્યા છે. જીએસટીએ નાના વેપારીઓની મુશ્કેલી તો વધારી જ છે પણ ગઇકાલે યોજાયેલી બેઠકમાં ઇનપુટ ટેક્ષ ક્રેડીટને લઇને જે નિર્ણય લેવાયો છે તેનાથી તેઓ હેરાન પરેશાન થઇ જવાના છે એટલુ જ નહિ નવા ગતકડાથી તેઓનો આખા વર્ષનો નફો જીએસટીમાં બ્લોક થઇ જશે. એટલુ જ નહિ સરકારની તિજોરી છલોછલ થઇ જશે. અત્રે એ નોંધનીય છે કે  ગઇ કાલની જીએસટી કાઉન્સીલની બેઠકમાં ઇનપુટ ટેક્ષ ક્રેડિટની પાત્રતા માટે ફોર્મ જીએસટી-ર-એ ર૦%ને બદલે ૧૦% જ રીસ્ટ્રીકટેડ (નિયંત્રિત) રહેશે તચેવો નિર્ણય લેવાયો હતો.

અગાઉ ર૦૧૭ ના જીએસટીના રૂલને ૩૬ (૪) મુજબ ર૦ ટકાની જોગવાઇ હતી. સાદા અર્થ મુજબ ઇનવોઇસ અપલોડ ન થયા હોય તે સંજોગોમાં પહેલા ર૦ ટકા આઇટીસી મળતી હતી તે હવે ૧૦ ટકા થઇ છે. આ જોગવાઇ ખતરનાક છે. એટલુ જ નહિ નાના વેપારી પાસેથી કોઇ માલ નહિ ખરીદે.

ગઇકાલે નાણામંત્રી નિર્મલા સીતારામનનાં નેતૃત્વમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, વેપારીઓ દ્વારા ઇન્વોઇસ અપલોડ કરવામાં નહિ આવ્યા હોય તો જીએસટીની ઇનપુટ ટેકસ ક્રેડિટ માત્ર ૧૦ ટકા જ આપવામાં આવશે. અગાઉ આ ક્રેડિટ ર૦ ટકા જેટલી આપવામાં આવતી હતી. આમ માલની ખરીદી કર્યા પછી જે વેપારીઓએ  ઇન્વોઇસ અપલોડ ન કર્યા હોય તેમને તેમણે જમા કરાવેલી  ડયુટીના પર લેવાની થતી ઇનપેટ ટેકસ ક્રેડિટના ર૦ ટકા રકમ જ આપવામાં આવતી હતી. હવે આ રીતે આપવામાં આવનારી રકમ ૧૦ ટકા કરી આપવામાં આવી છે. પરિણામે તેમની ટેકસ ક્રેડિટ સરકારમાં જમા પડી રહેશે. બીજી તરફ ઇનપુટ ટેકસ ક્રેડિટ આપવા માટે બિલ ન મળ્યા હોવાથી થતાં ડખા આ જોગવાઇને કારણે ઓછા થશે.

આ અંગે અગ્રણી વેપારી ભારત ભાઇ બારાઇનો સંપર્ક સાધતા તેમણે 'અકિલા' ને જણાવ્યું હતું કે, ગઇકાલે લેવાયોલા નિર્ણયને સમજીએ તો  દા.ત. કોઈ એક વેપારી દર મહિને ૧ લાખ રૂપિયાની ખરીદી કરે છે તેની ઉપર ૧૮ % લેખે ૧૮,૦૦૦ GST આવે છે. હવે તે માલ તે ૧૦%નફો ચડાવીને ૧.૧૦ લાખમાં વેચે છે એટલે તે  Rs૧૯,૮૦૦  GST તેના બિલમાં લગાવે છે. તેણે અત્યાર સુધી ફકત તેના નફા ઉપરનો જ  GSTભરવાનો થતો હતો એટલે કે તેને ફકત  Rs ૧,૮૦૦  GSTજ ભરવાનો થતો હતો. પરંતુ તેને માલ વેચનાર વેપારી ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરે છે એટલે તેને  GSTજમા મળેલ ન હોવાથી તેને  Rs૧૯,૮૦૦  GST ભરવો પડશે. આ રીતે બે મહિના દરમ્યાન વેપારીએ  Rs ૧૯,૮૦૦ હૃ ૨ = ૩૬,૬૦૦  GSTભરી દેવો પડશે. હવે જયારે ત્રીજા મહિને જયારે માલ વેચનાર વેપારીનો ય્સ્ન ૫૪,૦૦૦  GST તેને જમા મળશે ત્યારે તે મહિને તેણે  Rs ૧૯,૮૦૦ ભરવાના હશે અને ય્સ્ન ૩૪,૨૦૦ તેના ક્રેડિટ લેઝર મા જમા રહેશે.

વેપારીએ દર મહિને જે  Rs ૧,૮૦૦ જ ભરવાના હતા તેની જગ્યાએ તેના Rs ૩૪,૨૦૦ ત્રણ મહિનામાં બ્લોક થઈ જશે. આ રકમ વેપારીને તેના વેચાણ સામે જમા લેતા ૧૯ મહિના લાગશે. Rs૩૪,૨૦૦ ૅ ૧,૮૦૦ = ૧૯.

આ નિયમ ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવા વાળા વેપારીઓને પણ પરેશાન કરશે જ. તેમને પણ તેમના ત્રિમાસિક રિટર્ન વાળા વેપારીઓ પાસેથી ખરીદેલ માલની  ITC ત્રણ મહિને મળશે.

અત્યારે હાલ વેપારીઓ પહેલાથી જ મંદી અને નાણાકીય ભીડનો સામનો કરી રહ્યા છે તો તેવા ખરાબ સમયમા આવો નિયમ લાગુ કરવો તે પડયા ઉપર પાટું મારવા જેવો છે. સમગ્ર વેપારીઓએ અને સંસ્થાઓ એ આ નિયમનો ઉગ્ર વિરોધ કરવો જરૂરી છે.

તેમણે જણાવ્યું છે કે ર૦ ટકાનો રેટ હાલમાં જ લાગુ થયેલ છે અને બધા એ પ્રમાણે સેટ થયા છે. હવે બદલાવથી સમસ્યા સર્જાશે. સરકારે આ ૧લી એપ્રિલ ર૦ર૦ થી લાગુ કરવો જોઇએ. જો કોઇ નાનો વેપારી કવાર્ટરલી (ત્રિ માસિક) રીટર્ન ફાઇલ કરતો હોય અને નુકશાન વેઠતો હોય હવે જો તેણે મંથલી રિટર્નમાં જવું હોય તો પણ ૧-૪-ર૦ થી તે કરી શકશે આનાથી પણ તેને નુકશાની જશે.

(3:36 pm IST)