Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નાગરિકતા કાયદાની બબાલ વચ્ચે ગિરીરાજ સિંહે સ્કૂલમાં હનુમાન ચાલીસા ભણાવવાની માગ કરી

કેન્દ્રીયમંત્રીએ કહ્યું સંસ્કૃતિને બચાવવા માટે હનુમાન ચાલીસા, રામાયણ અને ગીતાના પાઠ ભણાવવા જોઈએ

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા પર બબાલ વચ્ચે  બીજી બાજુ કેટલાંક એવા નેતાઓ છે જે સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે. પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનારા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નવી માગ કરી છે. તેઓએ કહ્યું કે સ્કૂલમાં હનુમાન ચાલીસા, રામાયણ અને ગીતાના પાઠ ભણાવવા જોઈએ, તે માટે તેઓએ કેટલાંક તર્ક પણ રજૂ કર્યા હતા. બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે કહ્યું કે આજે લોકો પશ્ચિમી સભ્યતા અપનાવી રહ્યાં છે અને ઘરે ઘરે જન્મદિવસ ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. આ ઉત્સવમાં સભ્યતા અને સંસ્કૃતિની વિરૂદ્ધ કેક કાપવામાં આવે છે. ત્યારે હવે સંસ્કૃતિને બચાવવ માટે ખાનગી અને સરકારી શૈક્ષેણિક સંસ્થાનોમાં પ્રાર્થનાની સાથે સાથે ગીતા, રામાયણ અને હનુમાન ચાલીસાના પાઠ પણ થવા જોઈએ.

     એક તરફ નાગરિકતા સંશોધન કાયદા પર બબાલ જોવા મળી રહી છે. તો બીજી બાજુ કેટલાંક એવા નેતાઓ છે જે સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે. પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનારા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નવી માગ કરી છે. તેઓએ કહ્યું કે સ્કૂલમાં હનુમાન ચાલીસા, રામાયણ અને ગીતાના પાઠ ભણાવવા જોઈએ, તે માટે તેઓએ કેટલાંક તર્ક પણ રજૂ કર્યા હતા. બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે કહ્યું કે આજે લોકો પશ્ચિમી સભ્યતા અપનાવી રહ્યાં છે અને ઘરે ઘરે જન્મદિવસ ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. આ ઉત્સવમાં સભ્યતા અને સંસ્કૃતિની વિરૂદ્ધ કેક કાપવામાં આવે છે. ત્યારે હવે સંસ્કૃતિને બચાવવ માટે ખાનગી અને સરકારી શૈક્ષેણિક સંસ્થાનોમાં પ્રાર્થનાની સાથે સાથે ગીતા, રામાયણ અને હનુમાન ચાલીસાના પાઠ પણ થવા જોઈએ.

(2:04 pm IST)