Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

CAA વિરૂધ્ધ જંગ

દિલ્હીમાં ૧૮ મેટ્રો સ્ટેશન - બંધઃ કોલિંગ - SMS ઇન્ટરનેટ સેવા સ્થગિતઃ અનેક વિસ્તારોમાં ૧૪૪મી કલમ

યોગેન્દ્ર યાદવ, યેચુરી ગુહા, સંદિપ દિક્ષિત સહિતની અટકાયતઃ કોંગ્રેસના નેતાઓ-કાર્યકરો પણ રસ્તા પર નીકળી આવ્યા

નવી દિલ્હી,તા.૧૯: નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ઘ દેશના કેટલાક ભાગોમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. રાજધાની દિલ્હીમાં પણ આ કાયદા વિરૂદ્ઘ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે સામાન્ય લોકોને મુસાફરી સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદર્શનને પગલે દિલ્હીમાં કેટલાક મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે. નાગરિકતા સંશોધન કાયદોની વિરુદ્ઘ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આજે ફરી એકવાર દેશના અનેક હિસ્સામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું આહવાન આપ્યું છે.યોગેન્દ્ર યાદવ, યેચુરી ગુહા, સંદિપ દિક્ષિત સહિતની અટકાયત હતા.

દેશની રાજધાની દિલ્હી માં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ઘ પ્રદર્શન ઉગ્ર બનતું જઈ રહ્યું છે. અત્યાર સુધી રાજધાનીમાં ૧૭ મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા છે. મોબાઇલ નેટવર્ક કંપની એરટેલ તરફથી નિવેદન આવ્યું છે કે સરકાર તરફથી તેમને આદેશ આપવામાં આવ્યો છે કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાઙ્ખઇસ, એસએમએસ, ઇન્ટરનેટની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. કંપનીએ નિવેદન આપ્યું છે કે જયારે આ સસ્પેન્શને હટાવી દેવામાં આવશે ત્યારે સુવિધા ફરી શરૂ કરવામાં આવશે.

દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ કરવાને લઈ સૌથી મોટું કારણ એ પણ છે કે કારણ કે જે પણ પ્રદર્શન કરી રહ્યા છે તેઓ વોટ્સએપના કારણે થઈ રહ્યા છે. તેને લઈ કોઈ પાર્ટી સામે નથી આવી.ડીએમઆરસીએ કેટલાક મેટ્રો સ્ટેશન પર અવરજવર બંધ કરી દીધી છે. મુસાફરો આ મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એગ્ઝિટ કરી શકશે નહીં. ત્યાં આ સ્ટેશન પર મેટ્રો ટ્રેન પણ રોકાઈ રહી નથી. આ સિવાય રસ્તા પર પણ લોકોને દ્યણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે મથુરા રોડથી કાલિંદી કુંજ જનારા માર્ગને પણ બંધ કરી દીધો છે. ત્યાં દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારની પાસે વહીવટીતંત્રએ કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે.

છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં લોકો દ્વારા નાગરિકતા કાયદા અને એનઆરસી વિરૂદ્ઘ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. એવામાં હિંસાને પણ અંજામ આપવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં વિદ્યાર્થી પણ રસ્તા પર ઉતરી ગયા છે. જામિયા મિલિયા ઈસ્લામિયામાં પણ આ કાયદાનો વિરોધ જોવા મળ્યો. જે બાદ જામિયામાં હિંસા પણ થઈ.

(4:24 pm IST)