Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

બેંગલુરુમાં જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની અટકાયત

નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં દેશભરમાં વિરોધપ્રદર્શનો

નવી દિલ્હી : નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં દેશભરમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે અને બેંગલુરુમાં જાણિતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની અટકાયત કરવામાં આવી છે.

બીજી બાજુ, દિલ્હીમાં પ્રદર્શનોને કારણે અમુક વિસ્તારમાં મોબાઇલ સેવા બંધ કરી દેવામાં આવી છે.

 

કર્ણાટકના બેંગલુરુમાં જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની પોલીસે અટકાયત કરી છે. અહીં લગભગ 30 પ્રદર્શનકારીને અટકાયતમાં લેવાયા છે.

ગુહાએ જણાવ્યું, હું ગાંધીના પોસ્ટર સાથે બંધારણની વાત કરી રહ્યો હતો ત્યારે મારી અટકાયત કરવામાં આવી હતી

નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનના વિરુદ્ધમાં ગુજરાતનાં વિવિધ સંગઠનોએ  ગુજરાત બંધનું એલાન આપ્યું છે.

(1:23 pm IST)