Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

POKને પંજાબ પ્રાંતમાં ગેરકાયદે ભેળવી દેવાનુ પાકિસ્તાનનું નાપાક કાવતરુ

પાકિસ્તાને તેનુ નામ બદલીને જમ્મુ કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કરી દીધુ

ઇસ્લામાબાદ:પાકિસ્તાને પોતાના કબ્જા હેઠળના કાશ્મીર એટલે કે POKને પોતાના પંજાબ પ્રાંતમાં ભેળવી દેવાનુ નાપાક કાવતરુ ઘડી રહ્યુ છે. જેનાથી આ વિસ્તારમાં તનાવ વધે તેવા સંકેત મળી રહ્યા છે.

  પાકિસ્તાન POKને અત્યાર સુધી આઝાદ કાશ્મીર ગણાવતુ રહ્યુ છે પણ હવે પાકિસ્તાને તેનુ નામ બદલીને જમ્મુ કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કરી દીધુ છે. પાકિસ્તાને સાથે સાથે અફઘાનીસ્તાન સાથે પશ્ચિમ સરહદે ચાલી રહેલા સરહદના વિવાદ વચ્ચે ફેન્સિંગ કરવાનુ પણ ચાલી રહ્યુ છે.

  જોકે ઈમરાનખાન સરકારની આ હરકત સામે POKમાં જ લોકોએ વિરોધ શરુ કરી દીધો છે. POKના એક્ટિવિસ્ટ નાસિર અજીજ ખાને કહ્યુ છે તે, ઈમરાનખાન સરકાર ગેરકાયદેસર રીતે કાશ્મીરને પંજાબ પ્રાંતમાં ભેળવવાની કોશિશ કરી રહી છે. 11 ડિસેમ્બરે સરકાર તરફથી નામ બદલવાનો આદેશ અપાયો હતો. જેમાં POKના કહેવાતા પીએમ ફારુખ ખાને કહ્યુ હતુ કે, હું કદાચ POKનો આખરી પીએમ છું.

(1:22 pm IST)