Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

હૈદરાબાદ એન્કાઉન્ટર : આરોપીઓની લાશો ખરાબ થઈ શકે : હૉસ્પિટલ તંત્ર કાર્ટ પહોંચ્યું

શબોની તપાસ પૂરી ન થવાના કારણે તે ખરાબ થવાનો ખતરો વધી ગયો

હૈદરાબાદ : તેલંગાનાના પાટનગર હૈદરાબાદમાં મહિલા વૅટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા કરનારા તમામ આરોપીઓના શબને હજુ સુધી હૉસ્પિટલમાં સુરક્ષિત રખાયા છે  એન્કાઉન્ટરના 14 દિવસ બાદ પણ શબોની તપાસ પૂરી ન થવાના કારણે તે ખરાબ થવાનો ખતરો વધી ગયો છે. આ સંબંધમાં હવે હૉસ્પિટલ પ્રશાસને હાઈકોર્ટથી નિર્દેશ માંગ્યા છે

  . હૈદરાબાદની ગાંધી હૉસ્પિટલના વરિષ્ઠ મેડિકલ ઑફિસર મુજબ ફૉરેન્સિક ટીમે એ વાત પર ચિંતા વ્યક્ત કરી કે શબોને લાંબા સમય સુધી સુરક્ષિત નહીં રાખી શકાય. હૉસ્પિટલ પ્રશાસને માંગ કરી છે કે તેઓ શબોના સંબંધમાં કોઈ નિર્દેશ આપે.
  ફૉરેન્સિક એક્સપર્ટ્સ મુજબ, શબોની સ્થિતિ હજુ ઠીક છે પરંતુ આગળ તેને ક્યાં સુધી અને કેવી રીતે રાખવાના છે તેની સમયસીમા પણ નક્કી કરવામાં આવે. એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓના મોત બાદ સુપ્રીમ કોર્ટએ તપાસ પંચની રચના કરી છે

    સુપ્રીમ કોર્ટની બેન્ચને જણાવવામાં આવ્યું કે એક વિશેષ તપાસ ટીમ ચારેય આરોપીઓના એન્કાઉન્ટરના મામલાની તપાસ કરી રહી છે. તપાસ ટીમ એ વાતની તપાસ કરવાના પ્રયાસમાં છે કે ચારેય આરોપીઓ ઉપર પોલીસે ગોળી પોતાના બચવામાં ચલાવી હતી કે પછી આ તમામને જાણી જોઈને મારી નાખવામાં આવ્યા.હતા

(12:43 pm IST)