Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

CAA વિરૂધ્ધ ભારત બંધ મિશ્ર

દેશમાં ઠેરઠેર દેખાવો-હિંસાઃ ટ્રેનો રોકાઇઃ સેંકડોની અટકાયત

દેશના અનેક ભાગોમાં ૧૪૪મી કલમઃ યુપી-બિહાર -બેંગ્લોર-અમદાવાદ મુંબઇ- ચેન્નાઇમાં પ્રચંડ વિરોધ પ્રદર્શનઃ અનેક અથડામણ

નવી દિલ્હી,તા.૧૯: નાગરિકતા સુધારા કાયદા સામે આજે ડાબેરી પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ દેશના જુદા જુદા ભાગોમાં બંધ અને દેખાવોનું આયોજન કર્યું છે. અમુક રાજયોમાં નાગરિક જૂથો અને બિહારનાં આરજેડી જેવા રાજકીય પક્ષો પણ એમાં જોડાયા છે. આ ઉપરાંત એનજીઓ, નાગરિક જૂથો અને રાજકીય પક્ષો એક છત્ર નીચે આવ્યાં છે. આજ સવારથી જ બંધ અને દેખાવોની અસર બિહારમાં સવિશેષ જોવા મળી હતી. દરભંગા સંપર્ક ક્રાંતિ એકસપ્રેસ રોકવામાં આવી હતી. પટણાનાં રાજેન્દ્રનગરમાં ટ્રેન રોકવામાં આવી હતી. અટારામાં પોલીસ ને આરજેડીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.કેસુરમાં અજમેર-સિમાબહાર એકસપ્રેસ ટ્રેન રોકવામાં આવી હતી. યુપીમાં લખનૌ ખાતે પથ્થરબાજી થઇ જ્યારે સંભલમાં બસને સળગાવવામાં આવી. લખનૌમાં પોલીસે લાઠીચાર્જ કર્યો જ્યારે દેખાવકારોએ પોલીસની ગાડીમાં આગ લગાડી હતી.

દિલ્હીમાં પણ આજે એક રેલીનું આયોજન થયું છે. એ પહેલાં ચાર મેટ્રો સ્ટેશન બંધ કરાયા હતાં. વિદ્યાર્થીઓ આજે લાલ કિલ્લાની શહીદ પાર્ક સુધી કૂચ કરશે. એવીજ રીતે કર્ણાટક અને મુંબીમાં આજે દેખાવો-રેલીનું આયોજન થયું છે. એવી જ ર ીતે ચેન્નાઈ, કોલકાતા, લખનૌ, ભોપાલ, પૂણે જેવા શહેરોમાં દેખાવોનું આયોજન

છે.ચંડીગઢમાં પંજાબ સ્ટુડન્ટસ યુનિયને વિરોધ કૂચનું એલાન કર્યું છે. હરિયાણાનાં શેહરામાં પણ વિદ્યાર્થી સંગઠનોએ મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી પાસે દેખાવોનું આયોજન કર્યું છે. ભોપાલમાં પણ 'ભારત કે હમલોગ' બેનર હેઠળ દેખાવો યોજાશે. મુંબઈમાં આઈઆઈટી, ટીઆઈઓટીનાં મુંબઈ યુનિવર્સિટી ખાતે દેખાવો કરાશે. ગોવામાં પણ સિવિલ સોસાયટી જૂથોએ પણ વિરોધ-પ્રદર્શનનું આયોજન કર્યું છે. બેંગાલુરુમાં  ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સીસ અને નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડીયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દેખાવો યોજાશે.

કેરળના ત્રિચુર, તિરુવનંતપુરમ, કોચી અને કટ્ટાયમમાં સ્ટુડન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડીયાએ દેખાવો માટે તૈયારી કરી છે.ત્રિપુરામાં પણ ડાબેરી મોરચા અને કોંગ્રેસે અલગ પણે દેખાવોનું આયોજન કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ આંદોલન કરશે. ભૂવનેશ્વરમાં ડાબેરીઓએ બંધનું આહવાન આપ્યું છે. હૈદરાબાદમાં મૌલાના ઉર્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધનું આયોજન કર્યું છે.

દરમિયાન, સત્ત્।ાવાળાઓએ પણ કોઇપણ સ્થિતિને પહોંચી વળવા પોલીસ અર્ધલશ્કરી દળો તહેનાત કરવા સામે પગલાં લીધા છે. નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ધીરે ધીરે સમગ્ર દેશમા ફેલાઈ રહ્યું છે. જેમાં આજે લેફ્ટ વિંગ અને મુસ્લિમ સંગઠનોએ રાજયમા બંધનું એલાન આપ્યું છે. જેના પગલે અનેક રાજયમા કલમ ૧૪૪ લાગુ કરી દેવામા આવી છે. તેમ છતાં અનેક વિસ્તારો કલમ ૧૪૪ લાગુ હોવા છતાં પણ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ અનેક લોકોની પોલીસે અટકાયત કરી હતી.

દેશભરમા નાગરિકતા સંશોધન બિલને હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. જેમા એક વાર ફરી દેશના તમામ હિસ્સામા પ્રદર્શન હજુ પણ યથાવત છે. લેફ્ટ પાર્ટીઓએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. આ વિરોધ પ્રદર્શનના પગલે સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામા આવી છે. દેશના અનેક રાજયમા કલમ ૧૪૪ લાગુ કરી દેવામા આવી છે. ઉત્ત્।ર પ્રદેશ કર્ણાટક અને પશ્યિમ બંગાળના અનેક વિસ્તારોમા ઉગ્ર વિરોધ પ્રદર્શનની શકયતા છે. આ વચ્ચે સરકારે ફરી એક વાર લોકોને ભરોસો અપાવ્યો છે કે આ કાયદાથી કોઈપણ નાગરિકને નુકશાન થવાનું નથી.

નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ઘમા લેફ્ટ પાર્ટીએ બંધનું આહ્વવાન કર્યું છે. ગુરુવારે સવારે બિહારના કેટલાંક વિસ્તારમા લેફટના કાર્યકર્તાઓએ ટ્રેન રોકી લીધી હતી.સ્વરાજ ઇન્ડિયા સહિત કુલ ૬૦ સંગઠને આજે લાલકિલ્લાથી પોતાના પ્રદર્શનની શરૂઆત કરી હતી. જો કે પોલીસે તેની મંજુરી નથી આપી.

(3:32 pm IST)