Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાનું સ્ત્રી સશક્તિકરણ : મહિલાઓ પુરુષો કરતા વધુ સારી રીતે દેશનું સંચાલન કરી શકવા સક્ષમ

સિંગાપોર : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ સિંગાપોર મુકામે એક પ્રાઇવેટ પાર્ટી ફંક્શનમાં ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે મહિલાઓ પુરુષો કરતા વધુ સારી રીતે  દેશનું સંચાલન કરી શકવા સક્ષમ છે.તેમને વિશ્વ વ્યાપ્ત દેશોની રાજસત્તા સોંપવી જોઈએ કારણકે તેઓ પુરુષો કરતા શ્રેષ્ઠ છે.

તેમણે નારી શક્તિની પ્રશંસા કરતા કહ્યું કે, તે સર્વશ્રેષ્ઠ ન હોઈ શકે પણ એ વાત તો સાચી છે કે તે પુરુષો કરતા તો શ્રેષ્ઠ છે. ઓબામાએ કહ્યું કે, હું  જ્યારે રાષ્ટ્રપતિ હતો, ત્યારે ઘણી વખત વિચાર આવ્યો હતો કે જો મહિલાઓ દુનિયાને ચલાવતી હોત તો કેવું હોત. મને પુરો વિશ્વાસ છે કે જો બે વર્ષ માટે દરેક દેશની કમાન મહિલાઓના હાથમાં સોંપી દેવામાં આવે તો તમને દરેક જગ્યાએ સુધારો જોવા મળશે. આનાથી લોકોનું જીવનસ્તર સુધરશે. હાલ તમને ક્યાંય પણ સમસ્યા જોવા મળે તો સમજી જવાનું કે આ એ વૃદ્ધ પુરુષોના કારણે જ થઈ રહ્યું છે. જે રસ્તામાંથી હટવા માંગતા નથી.’

(11:45 am IST)