Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કોલેજ જઈ રહેલી યુવતી પર એસિડ ફેંકાયો

ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

નાગપુર, તા.૧૯: મહારાષ્ટ્રના ગોંડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી દ્યટના બની. અહીં એક ૨૦ વર્ષીય યુવતી પર બે અજાણ્યા હુમલાખોરોએ એસિડ ફેંકી  દીધો. ત્યારબાદ યુવતી ગંભીર રીતે દાઝી ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી જાણકારી મુજબ યુવતી નાગપુરની એક એન્જિનિયરિંગ કોલેજની સ્ટુડન્ટ છે અને જે સમયે હુમલો થયો ત્યારે તે પોતાની કોલેજ જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને અજાણ્યા યુવકો વિરુદ્ઘ કેસ નોંધ્યો છે.

યુવતીએ પોલીસને જણાવ્યું કે જે સમયે તે કોલેજ જઈ રહી હતો ત્યારે બે યુવક અચાનક મોટરસાઇકલ પર આવ્યા અને તેની પર કંઈક ફેંકયું. થોડી જ વારમાં તેના શરીરમાં તેજ બળતરા થવા લાગી. જયાં સુધી તે કંઈ સમજે બંને આરોપી ફરાર થઈ ગયા. બાદમાં તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ અને તે ત્યાં જ ઢળી પડી. સ્થાનિક લોકોએ તેની મદદ કરી અને પોલીસને જાણ કરી. ત્યારબાદ યુવતીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.મળતી જાણકારી મુજબ, બે યુવકો કેટલાક દિવસોથી યુવતીનો પીછો કરી રહ્યા હતા. જોકે આ સંબંધમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે નહીં તેની વિશે કોઈ જાણકારી નથી. ઘટનાની માહિતી યુવતીના પરિજનાને આપવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, યુવતી ખાલબંઢા ગામની રહેવાસી છે અને તે એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. બુધવારે તે પોતાના ગામથી નાગપુર જવા માટે મુંદીપુર બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહી હતી તે સમયે આરોપી યુવકોએ મોટરસાઇકલ પર સવાર થઈને તેની પાસે પહોંચ્યા અને તેની ઉપર અઙ્ખસિડ ફેંકી ફરાર થઈ ગયા. ગોંદિયા જિલ્લાના એડિશનલ પોલીસ કમિશ્નર અતુલ કુલકર્ણીએ જણાવ્યું કે હુમલાખોર સંદિગ્ધ યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

(11:44 am IST)