Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

BSEના ઈકિવટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ, ટર્નઓવર વધીને રૂ. ૧૦૯૭ કરોડ થયું

મુંબઈ, તા.૧૯: બોમ્બે સ્ટોક એકસચેન્જના ઈકિવટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કાલે ટર્નઓવર ૧૦૯૭ કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું.  આજે બીએસઈના ઈકિવટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ.૧,૦૯૭.૩૪ કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું.

ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. અમને આનંદ છે કે આજે એક નાની પણ મહત્ત્વની સિદ્ઘિ પ્રાપ્ત થઈ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇકિવટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

(11:43 am IST)