Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

દુષ્કર્મ કાયદાની સમિક્ષા કરશે સુપ્રીમકોર્ટઃ કેન્દ્ર સહિત દેશભરના હાઇકોર્ટને નોટિસ

બળાત્કારના કાયદાની જોગવાઈને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે સૂચનો અને સ્થિતિનું એક સાથે અધ્યયન કરવું પડશે

નવી દિલ્હી,તા.૧૯: યૌન અપરાધો અને દુષ્કર્મના મામલે દેશની આપરાધિક ન્યાય પ્રણાલીનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવ્યા છે. કોર્ટે દેશના દરેક હાઇકોર્ટે પણ પુરાવા ભેગા કરવાની પ્રક્રિયા અને આ મામલાની સુનાવણીથી જોડાયેલા તથ્યોની માહિતી આપવાનું કહ્યુ.

ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કેન્દ્ર સરકારને ગૃહ સચિવ દ્વારા આ મુદ્દા પર તેમનો જવાબ ફાઈલ કરવા માટે કહ્યું છે. બીજી બાજુ રાજય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ તેમના મુખ્ય સચિવો દ્વારા જવાબ દાખલ કરશે. ત્યારબાદ કોર્ટે મામલાની હવેની સુનાવણી ૭ ફેબ્રુઆરી,૨૦૨૦ નક્કી કરવામાં આવી. આ તારીખ સુધી દરેકને તેમના જવાબ દાખલ કરવા પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિર્ભયા મામલે દેશની અંતરાત્માને હલાવીને રાખી દીધી છે. એવા મામલામાં કાર્યવાહી અને નિર્ણંયમાં દેરીથી લોકોના મનમાં ચિંતા અને અશાંતિ પેદા થઇ છે. આ જ કારણે લોકો આંદોલન કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે દુષ્કર્મની સ્થિતિમાં કાયદાની જોગવાઈને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે ઉપલબ્ધ સૂચનાઓ અને પરિસ્થિતિની એક સાથે અધ્યયન કરવું પડશે. કોર્ટે સિનિયર એડવોકેટ સિદ્ઘાર્થ લુથરાને આ મામલે મદદ માટે એમિકસ કયુરિયા એટલે કે ન્યાય મિત્ર નિયુકત કરવામાં આવ્યા.

૬ ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજસ્થાનના જોધપુરમાં કહ્યું હતું કે મહિલા સુરાંશ એક ગંભીર મુદ્દો છે. પોકસો એકટ હેઠળ દુષ્કર્મના આરોપીઓને દયા અરજી દાખલ કરવાનો

અધિકાર હોવો જોઈએ નહી. સંસદે આ મામલે સમીક્ષા કરવી જોઈએ.

(11:43 am IST)