Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભારત-અમેરિકા '૨+૨ ડાયલોગઃ સંરક્ષણ, વેપાર, આતંકવાદ, CAA તમામ પર ચર્ચા

બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે-સાથે ઘણા અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત સમજૂતીઓ પર સમંતી દર્શાવવામાં આવી

વોશિંગટન, તા.૧૯: ભારત અને અમેરિકાના '૨+૨ ડાયલોગ'માં સ્થાનિક સહયોગ, સંરક્ષણ, સંબંધ, આતંકવાદ અને વેપાર સંબંધો પર વિસ્તારમાં ચર્ચા થઈ. આ બેઠક પછી અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે ભારતના લોકતંત્રનું સન્માન કરીએ છીએ. ભારતના નાગરિકતા કાયદા પર પોમ્પિયોએ કહ્યું કે ભારતમાં તેના પર વિસ્તૃત અને સશકત ચર્ચા થઈ છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહએ બેઠક બાદ સાફ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાની નેતાઓના હિંસા માટે ઉશ્કેરનારા નિવેદનો શાંતિ માટે યોગ્ય નથી.

બન્ને દેશોના મંત્રીઓ અને વિદેશ મંત્રીઓ આ બેઠકમાં જોડાયા હતા. ભારત અને અમેરિકાએ પોતાના સેન્ય વેપાર, દ્વિપક્ષીય સહયોગ, પેસિફિક રીજનમાં શાંતિ પ્રયાસ અને આતંકવાદ સામે લડાઈ મજબૂત કરવા પ્રત્યે પ્રતિબદ્ઘતા દર્શાવી. બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે-સાથે દ્યણાં અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત સમજૂતીઓ પર સમહતી દર્શાવવામાં આવી.

વિદેશ મંત્રી એસ જયસંકરે કહ્યું, 'આ બેઠકમાં અમારા આતંકવાદ વિરોધ પ્રયાસોને લઈને પણ ચર્ચા થઈ. બોર્ડર પારથી આવનારા આતંકવાદીઓ અને સ્થાનિક ખતરા પ્રત્યે બન્ને પરસ્પર સહમતિના કારણે આતંક વિરોધી પ્રયાસોમાં દ્યણો સુધારો થયો છે. હું સેક્રેટરી પોમ્પિયો પ્રત્યે આભાર વ્યકત કરું છું કે તેમને ચાબહાર પ્રોજેકટ માટે અમેરિકન સરકારના સમર્થનની વાત કહી. આ પ્રોજેકટથી અફદ્યાનિસ્તાનને મોટો ફાયદો થશે.

અમેરિકાના વિદેશ મંત્રીમાઈક પોમ્પિયોએ કહ્યું- 'અમે સ્થાનિક પડકારોને લઈને મહત્વપૂર્ણ અને સકારાત્મક ચર્ચા કરી. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા પ્રત્યે અને આખી દુનિયા પ્રત્યે ભારતના દૃષ્ટિકોણનું અમે સન્માન કરીએ છીએ.' માઈક પોમ્પિયોએ આગળ કહ્યું કે અફદ્યાનિસ્તાનનું ભવિષ્ય ભારત અને અમેરિકા બન્ને માટે મહત્વ રાખે છે. અમે અફદ્યાનિસ્તાનમાં ભારતના યોગદાનની પ્રસંશા કરીએ છીએ.

(11:41 am IST)