Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

GST કાઉન્સિલે ટેકસપેયર્સને આપી રાહત, GSTR-9 ફાઇલ કરવાની ડેડલાઇન વધારી

વિત્ત્। મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની ૩૮મી બેઠક મળી

નવી દિલ્હી, તા.૧૯: વિત્ત્। મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની ૩૮મી બેઠકમાં ટેકસપેયર્સને રાહત મળી છે. GST કાઉન્સિલે વિત્ત્। વર્ષ ૨૦૧૭-૧૮ માટે GSTR-9 ફાઇલ કરવાની ડેડલાઇન વધારીને ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ કરી દીધી છે.રેવન્યૂ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ કહ્યું હતું કે લેટથી GSTR-1 ફાઇલ કરવા વાળા ટેકસપેયર્સની લેટ ફી માફ કરવામાં આવી છે. બધા ટેકસપેયર્સ માટે લેટ ફી માફ કરવામાં આવી છે.

લોટરી પર એક માર્ચથી ૨૮ ટકાના દરથી એક સરખો ટેકસ પ્રભાવી થશે. હાલ લોટરી પર બે પ્રકારની ટેકસ વ્યવસ્થા છે. જેમાં રાજયની લોટરીની રાજયમાં વેચાણ પર ૧૨ ટકા અને રાજયની બહાર વેચાણ પર ૨૮ ટકાના દરથી જીએસટી લગાવવામાં આવે છે. GST કાઉન્સિલ બુધવારે પ્રથમ વખત કોઈ નિર્ણય લેવા માટે મતદાનનો સહારો લીધો હતો. લોટરી પર કરને લઈને આ બાબત બની હતી.

૨૧ રાજયોએ ૨૮ ટકા ટેકસ જીએસટી લગાવવાનું સમર્થન કર્યું હતું. જયારે સાત રાજયોએ તેનો વિરોધ કર્યો હતો. લોટરી ઉદ્યોગ લાંબા સમયથી ૧૨ ટકાના દરથી એકસમાન ટેકસ લગાવવાની અને ઇનામની રકમને કરમુકત કરવાની માંગણી કરી રહ્યો હતો.

જીએસટી કાઉન્સિલે લેન્ડ લીઝ જીએસટી દર ૧ જાન્યુઆરી ૨૦૨૦થી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.- આ સાથે જીએસટી કાઉન્સિલ Woven અને Non-Woven બેગો પર ૧ માર્ચ ૨૦૨૦થી ૧૮ ટકા ટેકસ લગાવવા પર સહમત થયું છે.

GST કાઉન્સિલે વિત્ત્। વર્ષ ૨૦૧૭-૧૮ માટે GSTR-9 ફાઇલ કરવાની ડેડલાઇન વધારીને ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ કરી દીધી છે.

(11:40 am IST)