Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નીતિન ગડકરી વિવાદ સર્જે છે

મુસ્લિમો માટે દુનિયામાં અનેક દેશો છે : હિન્દુઓ ભારત છોડી બીજે કયાં જાય ?

નવી દિલ્હી, તા. ૧૯ : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગઇકાલે કહ્યું કે હિન્દુઓ માટે ભારત દુનિયાનો એક માત્ર દેશ છે. જયારે મુસલમાનો માટે દુનિયામાં ઘણા દેશ છે. તેમણે આ વાત નાગરિકતા કાનુન વિરૂદ્ધ આખા દેશમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનોને ખોટા ગણાવતા અને આ કાયદાની જરૂરીયાતને યોગ્ય ગણાવતા કહી હતી. તેમણે કહ્યું કે હિન્દુઓ માટે દુનિયામાં કોઇ દેશ નથી. પહેલા નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર હતું પણ હવે એક પણ નથી તો હિન્દુ અને શીખ લોકો કયાં જશે ?

(11:39 am IST)