Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ઉત્ત્।રપ્રદેશમાં બંદૂકની અણીએ ઘરમાં ઘુસીને બે હેવાનોએ નવપરણિતા પર કર્યો બળાત્કાર : પતિને મોકલ્યો વિડિઓ

પિયર આવેલી પરણિતાના ઘરે દીવાલ કૂદીને ઘુસેલા બે સગાભાઇઓએ બંદૂકની અણીએ દુષ્કર્મ ગુજાર્યું

ઉત્ત્।ર પ્રદેશના દૌરાલા વિસ્તારમાં આવેલા એક ગામમાં ચાર દિવસ પહેલા ઘરમાં ઘૂસીને બે સગાભાઈઓએ નવવિવાહિત મહિલા સાથે બંદૂકની અણીએ ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ આ ધ્રૂણાસ્પદ હરકતનો વીડિયો બનાવી નવવિવાહિત પતિને મોકલ્યો હતો. મંગળવારે પીડિતાએ પોલીસ સ્ટેસનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.

 મહિલાના નિકાહ થોડા દિવસ પહેલા થયા હતા. નિકાહ બાદ મહિલા પોતાના પિયર આવી હતી. ૧૩ ડિસેમ્બરની રાત્રે નવવિવાહિતા પોતાના ઘરમાં સુઈ રહી હતી. ત્યારે અને તેમના પરિવાર જનો બીજા રૂમમાં ઊંઘતા હતા. આરોપ છે કે મકાનની દિવાલ કૂદીને બે સગાભાઈઓ ઘરમાં ઘૂસ્યા હતા. અને નવવિવાહિતને બંદૂકની અણીએ તાબે કરીને ગેંગરેપ આચર્યું હતું. આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો

 પીડિતાએ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પરંતુ પરિવારજનો લોકલાજના ડરથી શાંત રહ્યા હતા. આરોપીઓએ મહિલાના નિકાહ તોડાવા માટે ઘટનાનો વીડિયો તેના પતિને મોકલ્યો હતો.

 સોમવારે મહિલાના સાસરીયા વાળાઓએ તેના પરિવારજનોને આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું કહ્યું હતું. જેના પગલે મંગળવારે પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી હતી.

(11:38 am IST)