Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભાજપના કોઇ આગેવાનને રામમંદિર ટ્રસ્ટમાં નહી સમાવાયઃ મંદિર માટે સરકાર નાણા પણ નહી આપે

ટ્રસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી તથા યુપીના મુખ્યમંત્રીને નિમવાની વાતનો છેદ ઉડાવી દેવા અમીત શાહ

લખનૌ, તા., ૧૯: સર્વોચ્ચ અદાલતના ત્વરીત નિર્ણયો બાદ રામમંદિર ટ્રસ્ટની રચના થતા નિર્માણ કાર્યની પ્રક્રિયા આસાન બની ગઇ છે. ત્યારે વિહિપે એવો સુજાવઆપ્યો હતોકે અમિત શાહ તથા યોગી આદીત્યનાથને રામમંદિરના ટ્રસ્ટમાં નિમવા જોઇએ પરંતુ ગૃહમંત્રીઅમિત શાહે તાજેરમાં ઉપરોકત સુચનનો છેદ ઉડાવી દેતા જણાવ્યું હતુકે રામમંદિર ટ્રસ્ટમાં ભાજપનાકોઇ આગેવાનનો સમાવેશ નહી થાય તથા મંદિરના નિર્માણ માટેસરકાર કોઇ ફંડ આપશે નહી.

સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ત્રણ માસમાં કરવાનું છેઅને સત્વરે મંદિર નિર્માણ કાર્ય હાથ ધરાવાનું છે ત્યારે અમિતશાહે તાજેતરમાં આપેલ બ્યાનને અયોધ્યાના સાધુસંતોએ આવકાર્યુ છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કોઇ સભ્ય રામમંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટ તરીકે નહી નિમાય અને રામમંદિરનાનિર્માણકાર્યમાં સરકારકોઇ કાર્ય નહી કરે.

અમિત શાહે જણાવ્યું હતુ કે સુપ્રીમ કોટે ૯૦ દિવસમાં ટ્રસ્ટનું ગઠનતથા મંદિર નિર્માણની સમયમર્યાદા આવી છે. તે મુજબ જ કામગીરી થશે. રામમંદિર ટ્રસ્ટ દ્વારા  મંદિર બનાવવા માટે ફાળો એકત્ર કરવો પડશે.

ઝારખંડની એક ચુંટણી સભાને સંબોધતા અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે આગામી ચાર મહિનામાં અયોધ્યામાં આકાશથી ઉંચુમંદિર નિર્માણ પામશે.

દરમ્યાન અમિત શાહે રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અંગે કરેલા નિવેદનને અયોધ્યાના સંતોએ આવકાર્ય છે અને જણાવ્યું છે કે અમિત શાહે  સમજી વિચારીને જ ટ્રસ્ટમાં રાજકીય વ્યકિતઓને સામેલ ન કરવાનું કહયું  હશે.  ટ્રસ્ટમાં બુધ્ધીજીવી અને સમજદાર લોકોને સામેલ કરાશે.

(11:37 am IST)