Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નાગરીકતા કાયદાનો વિરોધ કરતાં પટના અને દરભંગામાં ટ્રેન રોકવામાં આવી

પટના, તા. ૧૯ : દેશભરમાં નાગરિકતા સુધારણા કાયદાની ચર્ચાઓ થઈ રહી છે. નાગરિકતા સુધારણા કાયદા વિરુદ્ઘ બેંગલુરુમાં આજે મોટાપાયા પર પ્રદર્શન થાય તેવી આશંકા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ. યેદિયુરપ્પાએ સીનિયર અધિકારીઓ સાથે બેઠક કરી છે. પટનામાં પણ વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન રાજેન્દ્ર નગર અને દરભંગામાં કમ્યુનિસ્ટ સંગઠનોએ ટ્રેન રોકી દીધી છે.

બુધવારે સાંજે પ્રશાસને ત્રણ શહેરો દિલ્હી, લખનઉ અને બેંગલુરુમાં પ્રદર્શન કરવાની સ્પષ્ટ ના પાડી છે. હૈદરાબાદ પોલીસે પણ ટ્વીટ કરીને આજે કોઈ પણ પ્રકારની રેલી અને પ્રદર્શનને મંજૂરી આપી નથી.  મુંબઈ, ચેન્નઈ, પૂણે, નાગપુર, ભુવનેશ્વર, કોલકાતા અને ભોપાલમાં પ્રદર્શન પર કોઈ રોક લગાવવામાં નથી આવી. ઉત્ત્।રપ્રદેશમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

(11:37 am IST)