Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

OCI કાર્ડહોલ્ડર માટેની ગાઇડલાઇનમાં સરકાર દ્વારા છૂટ : NRI ને મળશે રાહત

ઓસીઆઇ કાર્ડ હોલ્ડર્સને ભારત આવતી વખતે સમસ્યાનો સામનો નહીં કરવો પડે

 

નવી દિલ્હી: અપ્રવાસી ભારતીયોને થઇ રહેલી સમસ્યાને જોતાં હવે ભારત સરકારે ઓસીઆઇ કાર્ડ હોલ્ડર માટે બનાવેલી ગાઇડલાઇનમાં ઢીલ આપી છે. ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓસીઆઇ કાર્ડ હોલ્ડર માટે જે ગાઇડલાઇન વર્ષ 2005થી લાગૂ છે, તેમાં જૂન 2020 સુધી સખતાઇથી લાગૂ કરવાની જાહેરાત કરી છે. ગત થોડા દિવસો પહેલાં ઘણા ઓસીઆઇ કાર્ડ હોલ્ડર્સને ભારત આવતી વખતે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેથી વિદેશ મંત્રાલયે પગલું ભર્યું છે.

અત્યારે 2005થી દર વખતે ઓસીઆઇ કાર્ડ હોલ્ડર્સને જ્યારે પણ નવા પાસપોર્ટ ઇશ્યૂ કરવા હોય છે ઓસીઆઇ કાર્ડને રિઇશ્યૂ કરવા પડે છે 20 વર્ષની ઉંમર સુધી. ઓસીઆઇ કાર્ડને 50 વર્ષની ઉંમર પુરી થતાં જ્યારે તમે પાસપોર્ટ લો છો ત્યારે પણ રિઇશ્યૂ કરવા પડે છે. ફક્ત ઓસીઆઇ કાર્ડ ફરીથી ઇશ્યૂ કરવાની જરૂર હોતી નથી. 21 વર્ષ પહેલાં 50 લાખ વખે જ્યારે પાસપોર્ટ જાહેર કરાવો છો. પરંતુ હવે ભારત સરકારે નક્કી કર્યું છે કે 30 જૂન 2020 સુધી તેમાં ટેમ્પરરી રિલેક્શેસન આપવામાં આવશે.

હવે જો ઓસીઆઇ કાર્ડ હોલ્ડર 20 વર્ષથી નાનો ઉંમરનો છે અને પાસપોર્ટ બદલતી વખતે તેનું ઓસીઆઇ કાર્ડ રિઇશ્યૂ થયો નથી, ત્યારે તે પણ યાત્રા કરી શકશે. જૂના હાલના ઓસીઆઇ કાર્ડ પર જૂના પાસપોર્ટ નંબર સાથે પરંતુ ઓસીઆઇ કાર્ડ હોલ્ડર સાથે નવો પાસપોર્ટ હોવો અનિવાર્ય છે.

સાથે જે ઓસીઆઇ કાર્ડ હોલ્ડરે 50ની ઉંમર પાર કરી દીધી છે અને તેનો પાસપોર્ટ રિન્યૂ થયો છે પરંતુ પાસપોર્ટ વખતે ઓસીઆઇ કાર્ડ રિઇશ્યૂ થઇ શક્યો છે. તે પણ 20 જૂન 2020 સુધી પોતાના હાલના ઓસીઆઇ કાર્ડના આધારે મુસાફરી કરી શકશો. પરંતુ યાત્રા દરમિયાન તેને નવા પાસપોર્ટ સાથે જૂનો પાસપોર્ટ પણ રાખવો પડશે. જોકે સાથે ભારત સરકાર દ્વારા ઓસીઆઇ કાર્ડ હોલ્ડરને સલાહ આપવામાં આવી છે કે તે આગળ નક્કી ટાઇમમાં પોતપોતાના ઓસીઆઇ કાર્ડને રિઇશ્યૂ કરાવો જેનાથી ભવિષ્યમાં તેમને કોઇપણ પ્રકારની સમસ્યા થાય

(8:54 am IST)