Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અટલ ઘાટ પર જે પગથિયા પર પીએમ મોદી લપસી પડયા એ જગ્યાએ થશે ધરખમ ફેરફાર

ફક્ત એક પગથિયાનો આકાર સરખો નથી જેને તોડીને ફરી વાર બનાવવામાં આવશે

 

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અટલ ઘાટનાં પગથિયાં ફરી વાર બનાવવાશે  અસમાન પગથિયાં પર લોકો અવારનવાર પડી જતા હોય છે.

 ગત અઠવાડિયે નનામિ ગંગા પ્રોજેક્ટની બેઠક માટે કાનપુર આવેલા વડા પ્રધાન મોદી પગથિયા પર લપસી પડયા હતા.એસપીજીના કમાન્ડોએ તેમને સંભાળી લીધા હતા.

 ખંડીય આયુક્ત સુધીર એમ બોબડેએ જણાવ્યું કે ઘાટ પર ફક્ત એક પગથિયાનો આકાર સરખો નથી જેને તોડીને ફરી વાર બનાવવામાં આવશે. પગથિયા પર ઘણા લોકો લપસી પડયા છે તેથી તેને જલદીથી બનાવવામાં આવશે. એન્જિનિયર ઇન્ડિયા લિમિટેડ દ્વારા નનામિ ગંગા પ્રોજેક્ટ હેઠળ અટલ ઘાટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

  બોબડેએ કહ્યું કે હું નિર્માણ કંપનીને જલદીથી પગથિયા ફરી વાર બનાવવાનું કહીશ. એન્જિનિયર ઇન્ડિયા લિમિટેડના પ્રતિનિધિ તનવીરે કહ્યું કે આદેશ મળતાં અમે અટલ ઘાટ પર પગથિયાને તોડીને સરખા બનાવી દઈશું.

  અટલ ઘાટ પર જ્યારે બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે આરતી કરનાર આવનાર કેટલાક શ્રાદ્ધાળુઓએ પગથિયાની ઊંચાઈ થોડી વધારે રાખવાનો આગ્રહ કર્યો હતો. ઘાટ પર પગથિયાં બની ચૂક્યા હોવાથી ઘાટના ઉપરના ક્ષેત્રમાં 30 ફૂટના વિસ્તારમાં બે પગથિયાની ઊંચાઈ બદલવા તથા મહેમાનોને બેસવા માટેનું સ્થાન બનાવવાનો નિર્ણય લેવાયો છે

(10:45 pm IST)